સૌરાષ્ટ્રમાં કોરોનાની રફતાર યથાવત : વધુ નવા 60 કેસ : 1નું મોત

04 July 2020 07:22 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોનાની રફતાર યથાવત : વધુ નવા 60 કેસ : 1નું મોત

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ યથાવત : જીલ્લાની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો વધારો : મૃત્યુ આંકમાં ચિંતાજનક વધારો

રાજકોટ તા. 4: સૌરાષ્ટ્રભરમાં દિવસે-દિવસે કોરોના પોઝિટીવની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહયો છે. છેલ્લા 12 કલાકમાં કોરોના દર્દીના વધુ 60 નવા કેસો નોંધાયા છે. રાજકોટ, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં તથા પોઝિટીવ કેસો નોંધાયા છે.
રાજકોટ શહેરમાં આજે નવા પાંચ કેસો સાથે પોઝિટીવ કેસો આંક 200 અને ગ્રામ્યમાં 21 નવા કેસો સાથે કુલ આંક 180 પર પહોંચ્યો છે.
ભાવનગર જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટીવ દર્દીઓનો સતત વધારો થઇ રહયો છે. જેમાં ભાવનગર ગ્રામ્ય પથંકમાં વધુ 10 કેસ નોંધાયા છે.
આજે શનિવારે હરીકિષ્નભાઇ ભરતભાઇ ગજેરા (ઉ.વ. 18), ગજેરા શેરી જેસર, રામજીભાઇ ભરતભાઇ ગજેરા (ઉ.વ.25), પીનલબેન ગમજીભાઇ ગજેરા (ઉ.વ.28) રે. જેસર આ ત્રણેય એક જ પરિવારના સભ્યો છે અને સુરતથી તા.2 જુલાઇના રોજ જેસર આવ્યા હતા. વલ્લભભાઇ નરશીભાઇ ઘોરી (ઉ.વ.55) રે. ભોડારીયા જે તા.2 જુલાઇના સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટીવ આવેલ છે સાથે ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટીવ આંક 315 પર પહોંચ્યો છે.
સર ટી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. નિલમ બદાણી (ઉ.વ.27) તબિયત બગડતાં સેમ્પલ લેવામાં આવેલ આંબાવાડી એમ.1212 એ 1 સ્વસ્તિક સમાજમાં રહેતાં અને અમદાવાદની ટ્રાવેલીંગની હિસ્ટ્રી ધરાવતાં મંથન જયેશભાઇ મહેતા (ઉ.વ.25) અને જેની તબિયત બગડતાં ખાનગી લેબમાં સેમ્પલ લેવામાં આવેલ, ઓમ પાર્ટી પ્લોટની સામે રહેતાં અને ટ્રાવેલ્સ ચલાવતા ગજેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ. 47) ની તબિયત બગડતા તબીબની સલાહ લઇને સેમ્પલ લેવામાં આવેલ, સિંધુનગરમાં રહેતાં અને શાકભાજીની દુકાનમાં કામ કરતા સુરેશભાઇ જયંતમલ કુકરેજા (ઉ.વ.51) તબિયત બગડતાં ભરતનગર યુપીએચસીમાં સેમ્પલ લેવામાં આવેલ, કાળીયાબીડ સાગવાડીમાં રહેતાં જીવરાજભાઇ કુરજીભાઇ ધામેલીયા (ઉ.વ.45) તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં ગયેલ અને સેમ્પલ લેવામાં આવેલ વિધાનગરમાં રહેતાં અને સંસ્કાર મંડળ વિસ્તારમાં જયોતિષ કાર્યાલય ચલાવતાં રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ ત્રિવેદી (ઉ.વ.58) તબિયત બગડતાં તબીબની સલાહથી ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવામાં આવેલ તમામના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ પાંચ નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં વઢવાણ-3 અને ધ્રાગંધ્રા-2 વ્યકિતઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા કુલ આંક-183 પર પહોંચ્યો છે. વઢવાણમાં સાંકડયા શેરીમાં રહેતા નિવૃત શિક્ષક કાંતિલાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સુરેન્દ્રનગર સરકારી દવાખાને ખસેડાયેલ છે. વઢવાણ મુખ્ય બજારમાં ન્યુ મહેતા મેડીકલ સ્ટોરના કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ધ્રાંગધ્રા નરશીપરાના મુકેશ કણઝરીયા (ઉ.વ.37) અને નમુબેન લતીફભાઇ ડોડવાડીયાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
અમરેલી જિલ્લામાં આજે વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમરેલી ગજેરાપરાના 90 વર્ષના વૃઘ્ધા કે જેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને અમરેલીનાં રામપાર્કના 74 વર્ષ વૃઘ્ધ જે અન્ય પોઝિટીવ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હતા.
અમરેલી જિલ્લામાં કુલ 97 પોઝિટીવ કેસમાં હાલ 41 સારવાર હેઠળ છે. મૃત્યુ આંક કુલ 9 પર પહોંચ્યો છે.
દેવભૂમિ દ્રારકા જિલ્લામાં આજે 1 વધુ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં વધુ બે નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા.
જામનગર જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં વધુ 14 નવા કેસ નોંધાયા હતા. ગઇકાલે સાંજે જામનગર શહેરમાં 7 પોઝિટીવ કેસ બાદ આજે જામનગર શહેર રણજીત રોડ ચૌહાણ ફળીમાં રહેતા સંદીપ મહેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.વ. 36) ના એક કેસ સાથે જામનગર શહેરી વિસ્તારના કુલ 196 અને અન્ય ધ્રોલ માંથી શેરીમાં રહેતા કેયુર હિમાંશુ (ઉ.વ. 11, પાર્થ હિમાંશુ (ઉ.વ. 9), વેરતીબેન કાંકરીયા (ઉ.વ. 30) રે. ધ્રોલ મોટી ખાવડી ગામ પાસે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કાું. ટાઉનશીપમાં જીજ્ઞેશ પટેલ (ઉ.વ. પ0), જામનગર તાલુકાના સચાણા ગામે એન.ડી. ઇમરાન પઠાણ (ઉ.વ. ર6) લાલપુર મેઇન બજાર વિસ્તારમાં ચંદ્રેશ બાલુભાઇ (ઉ.વ. 49) કેસ સાથે ગ્રામ્ય વિસ્તારની સંખ્યા પ6 થઇ છે.
જામનગર ગુલાબનગરમાં 60 વર્ષના વૃઘ્ધાના મોત સાથે મૃત્યુ આંક -7 પર પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement