રાજયના 32 પી.આઇ. અને 77 પી.એસ.આઇ.ની બદલી

04 July 2020 07:17 PM
Rajkot Gujarat
  • રાજયના 32 પી.આઇ. અને 77 પી.એસ.આઇ.ની બદલી

રાજકોટ ગ્રામ્ય અને શહેરમાં બદલી થઇ આવેલા 7 પીઆઇ અને 6 પીએસઆઇ

રાજકોટ તા. 4: રાજયમાં વર્ષાઋતુ સાથે હાલ બદલીની મોસમ પણ જામી છે. પોલીસ વિભાગમાં અગાઉ બદલીના ઘાણવા નિકળ્યા બાદ ફરી એકવાર રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા એ બદલીના આદેશ આપ્યા છે. જે મુજબ રાજયના 32 પીઆઇ અને 77 પીએસઆઇની બદલી કરાઇ છે.

રાજકોટ ગ્રામ્યમાંથી પી.એસ.આઇ. નવીનકુમાર ચાવડાની બદલી કરી પશ્ચીમ રેલ્વે અમદાવાદ મુકાયા છે. જયારે શહેરમાં 6 પીએસઆઇ બદલી થઇ આવ્યા છે. જેમાં અમરેલી મહિલા પીએસઆઇ દિપ્તી ઉપેન્દ્ર પીઠડીયા, વડોદરા શહેરના વૃજલાલ નંદલાલ મોરડીયા, ગાંધીનગર ઇન્ટેલીજન્સના અજયભાઇ બેચરભાઇ વોરા, અમદાવાદ શહેરના જલવાણી કૌશર ગુલાબખાન, આકાશભાઇ છગનભાઇ સિંધવ, અને કમળીયા રવિરાજ જેતુભાઇ ની બદલી રાજકોટ શહેરમાં કરાઇ છે.

રાજયના જુદા-જુદા પોલીસ મથકના 7 પીઆઇની બદલી રાજકોટમાં કરાઇ છે. જેમાં પોરબંદરના જે.બી. કરમુર, ભાવનગરના કે.જે. રાણા, પીટીસી વડોદરાના એ.આર. ગોહિલને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા છે. જયારે સીઆઇડી ક્રાઇમના કે.એન. ભુકાણ, એસીબીના એલ.એલ. ચાવડા, અમરેલીના જે.ડી. ઝાલા, કચ્છ પશ્ચીમ ભુજના બી.આર. ડાંગરની રાજકોટ શહેરમાં બદલી કરાઇ છે.


Related News

Loading...
Advertisement