લેહની હોસ્પિટલની મોદીની મુલાકાત ફોટો ઓર્પ્ચ્યુનિટી: કોંગ્રેસના આક્ષેપને આર્મીનો રદીયો

04 July 2020 06:55 PM
India
  • લેહની હોસ્પિટલની મોદીની મુલાકાત ફોટો ઓર્પ્ચ્યુનિટી: કોંગ્રેસના આક્ષેપને આર્મીનો રદીયો

કોન્ફરન્સ રૂમને હોસ્પીટલના વોર્ડમાં બદલવામાં આવ્યો છે: ખુલાસો

નવી દિલ્હી તા.4
લેહની લશ્કરી હોસ્પીટલમાં ગલ્વાન ખીણની ચીની સૈનિકો સાથેની વાતચીતમાં ઘાયલ થયેલા જવાનોના ખબરઅંતર પુછવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી એને ફોટો ઓર્પ્ચ્યુનિટી ગણાવી કોંગ્રેસે જણાવ્યું હતું કે ત્યાં જવાનના આટલા નજીક ન કોઈ દવા હતી કે ન ડ્રીપ બોટલ. કોંગ્રેસ નેતા અભિષેક દતે જણાવ્યું હતું કે ડોકટરોના બદલે હોસ્પીટલમાં ફોટોગ્રાફરો હતા.

સોશ્યલ મીડીયામાં આ વિવાદ સાથે પુર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમ.એસ.ધોની માનદ કર્નલ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે સૈનિકો સાથે આ હોલમાં જ સમોસાની જયાફત ઉડાવતી તસ્વીર પણ વાઈરલ થઈ હતી. એ પછી ભારતીય લશ્કરે આવા વિચાર વિષે ખેદ વ્યક્ત કરી સ્પષ્ટતા કરી હતી કે કોન્ફરન્સ હોલને મેડીકલ વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે અને તેથી એ હોસ્પીટલનો એક ભાગ છે.

લશ્કરે સ્પષ્ટતા કરી હતી કે જવાનોની પુરી સારવાર કરવામાં આવી રહી છે, અને એ માટે કોઈ કસર છોડવામાં આવી નથી.


Related News

Loading...
Advertisement