કાનપુર-આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટમાંથી પણ ચાઈનીઝ કંપની આઉટ

04 July 2020 06:49 PM
India
  • કાનપુર-આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટમાંથી પણ ચાઈનીઝ કંપની આઉટ

લખનૌ,તા. 4
ઉતરપ્રદેશમાં યોગી સરકારે ચીનને એક મોટો આંચકો આપ્યો છે અને હવે અહીંના કાનપુર-આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટનુ જે ટેન્ડર ચાઈનીઝ કંપનીએ ભર્યું હતું તે રદ કર્યું છે અને તેના સ્થાને યુરોપની કંપની બોમ્બાડિયરને આ કોન્ટ્રાક્ટ આપી દીધો છે.આગ્રા અને કાનપુર બંનેની મેટ્રો યોજનામાં 67 ટ્રેન તૈયાર કરવાની હતી જેમાં પ્રત્યેક, ટ્રેનમાં ત્રણ કે ચાર કોચ લગાવવાના હતા. બંને મહાનગરો માટે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાઈનીઝ કંપનીએ સંભાળવા તૈયારી બતાવી હતી અને બીડીંગ કર્યું હતું. 18 ફેબ્રુઆરીએ બીડીંગ થયું પણ કોરોના આવતા કામગીરી રોકાઈ ગઇ હતી હવે યુપી સરકારે ચાઈનીઝ કંપનીનું ટેન્ડર રદ કરીને બોમ્બાડિયરને આ મેટ્રોરેલના કોચ સપ્લાય કરવા, ટેસ્ટીંગ અને સિગ્નલીંગ સિસ્ટમ સહિતની કામગીરી આપી દીધી છે.


Related News

Loading...
Advertisement