સાનુકુળ ચોમાસાના કારણે મગફળીના વાવેતરમાં વધારો: ગત વર્ષ કરતાં 25% વધુ ઉત્પાદન થશે

04 July 2020 05:54 PM
Ahmedabad Gujarat
  • સાનુકુળ ચોમાસાના કારણે મગફળીના વાવેતરમાં વધારો: ગત વર્ષ કરતાં 25% વધુ ઉત્પાદન થશે

1.12 લાખ ટન બીયારણનું ખેડુતોને વિતરણ

ગાંધીનગર તા.4
રાજ્યમાં સારા ચોમાસાની શરૂઆત ને કારણે 25 ટકા વધું મગફળી નું ઉત્પાદન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ગત વર્ષે રાજ્યમાં મગફળીના બીયારણનું 75 હજાર મેટ્રિક ટન નું વિતરણ ખેડૂતો માં થયું હતુ.

ત્યારે આ વર્ષે સાનુકૂળ વરસાદના પગલે 1 લાખ 12 હજાર મેટ્રિક ટન મગફળી ના બિયારણ નું વિતરણ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પડી રહેલા સારા વરસાદ અને નર્મદાના પાણીને કારણે કૃષિ ઉત્પાદન નો વધારો થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. જેથી હવે સામાન્ય વર્ષ કરતા આ વર્ષે કૃષિ ઉત્પાદનમાં વધારો થશે.

જોકે મગફળીના વાવેતર સામે આવનાર સમયમાં હવે સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર ઘટે તેવી સંભાવના પણ જોવામાં આવી રહી છે. જોકે આ વર્ષે કોવિડ 19ની મહામારી વચ્ચે પણ રાજ્ય સરકાર દ્વારા ખેડૂત લક્ષી નિર્ણય કરવાના કારણે હવે ખેડૂતો મગફળીના વાવેતરમાં લાગી ગયા છે.


Related News

Loading...
Advertisement