ગલ્વાન ખીણના 20 શહીદોના પરાક્રમ પર અજય દેવગન ફિલ્મ બનાવશે

04 July 2020 05:52 PM
Entertainment India
  • ગલ્વાન ખીણના 20 શહીદોના પરાક્રમ પર અજય દેવગન ફિલ્મ બનાવશે

મુંબઈ તા.4
દેશની રાજનીતિમાં કોઈ મહત્વની ઘટના બને તો બોલીવુડ તેના પર ફિલ્મ બનાવવામાં વાર નથી લગાડતું. તાજેતરમાં ચીન સાથેની અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થતા, ગલ્વાન ઘાટીમાં શહીદોના પરાક્રમ પર એકટર અજય દેવગન ફિલ્મ બનાવશે.

ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે સોશ્યલ મીડીયામાં આ બાબતનું એલાન કર્યુ હતું કે અજય દેવગન ગલ્વાન ખીણમાં બનેલી ઘટના પર ફિલ્મ બનાવવાનો વિચાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મનું ટાઈટલ હજુ વિચારવામાં નથી આવ્યુ. આ ફિલ્મમાં એ 20 સૈનિકોની કથા દર્શાવવામાં આવશે.

જેમણે ચીની આર્મીને જડબાતોડ જવાબ આપ્યો છે. ફિલ્મના કલાકારો હજુ પસંદ નથી થઈ. ઉલ્લેખનીય છે કે અગાઉ યુદ્ધના વિષય હકીકત, બોર્ડર, પલટન જેવી ફિલ્મો બની છે.


Related News

Loading...
Advertisement