પંખીએ માળામાં મૂકેલાં આ ઇંડાં બચાવવા માટે પબનું રીઓપનિંગ મોકૂફ રખાયું

04 July 2020 05:50 PM
India Off-beat World
  • પંખીએ માળામાં મૂકેલાં આ ઇંડાં બચાવવા માટે પબનું રીઓપનિંગ મોકૂફ રખાયું

કવિઓ-વાર્તાકારો અને પર્યાવરણ પ્રેમીઓને મોજ પડે એવી ખબર છે. બ્રિટનમાં લોકડાઉનના નિયમો હળવા કરાયા પછી બ્રિસ્ટલના ધ વોલન્ટિયર ટેવર્ન પબના માલિકોએ પબ ખોલવાની તૈયારી કરી, પરંતુ કવિઓ-વાર્તાકારોને ગમી જાય એવા કારણસર પબનું ઓપનિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. એ મધુર અને સૌ ખુશ થઇ જાય એવું કારણ શું હતું એ જાણીને તમને પણ આનંદ થશે. પબની સાથેના બગીચામાં એક ઝાડ પર પંખીએ માળો બાંધીને ઇંડાં મૂકયાં હતાં.

એ બાબત જાણવા મળતાં પબના માલિકોએ માળામાં પંખીઓનો કિલકિલાટ ન ગુંજે ત્યાં સુધી પબનું રીઓપનિંગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પબ શરૂ થયા પછી રોજિંદા શોરબકોરની શકયતાને ઘ્યાનમાં રાખતાં એ વાતાવરણમાં પંખીનો માળો વિખેરાઇ ન જાય એની તકેદારી રાખતાં માલિકોએ આવો નિર્ણય લીધો હતો. ધ વોલન્ટિયર ટેવર્ન પબના ઇન્સ્ટાગ્રામ અકાઉનટમાં પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં ઝાડ પર પંખીનો માળો અને એમાં ભૂરા રંગનાં ઇંડાં જોવા મળે છે.

આ પહેલાં પણ પંખીનો માળો બનેલો હતો, પરંતુ લોકોની અવરજવરને કારણે ઇંડાં ફૂટી ગયાં હતાં. એને કારણે ત્યાર બાદ ઘણા વખત સુધી કોઇ પંખી અહીં માળો બાંધવા આવતું નહોતું. હવે જયારે માળો બંધાયો છે ત્યારે પબનો માલિક એને ડિસ્ટર્બ કરવા નથી માગતો.


Related News

Loading...
Advertisement