આપણે કમળને જીતાડવાના છે : ભાજપે ઇમોશનલ હથિયાર કાઢ્યું

04 July 2020 05:46 PM
Rajkot Saurashtra
  • આપણે કમળને જીતાડવાના છે : ભાજપે ઇમોશનલ હથિયાર કાઢ્યું

મોરબીમાં ઉર્જામંત્રી સૌરભ પટેલએ બેઠક લીધી પણ હાલમાં ભાજપમાં ભળેલા અને ચૂંટણી લડનાર બ્રિજેશ મેરજાની ગેરહાજરી સૂચક

રાજકોટ :પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યોને જીતાડવા માટે પક્ષના કાર્યકર્તાઓને એક જ સંદેશો આપવા નિર્ણય લીધો છે અને તેમાં ઉમેદવાર કોઇપણ હોય આપણે કમળને જીતાડવાના છે તેવું કહેવાશે.

આજે મોરબીમાં આ બેઠકના પ્રભારી અને ઉર્જામંત્રી સૌરભ પટેલ તથા ભાજપના પ્રવક્તા આાઈ.કે. જાડેજા પહોંચ્યા હતા અને તેઓએ અહીં મહાદેવ હોલ ખાતે બેઠક યોજી હતી અને બે સાંસદો મોહનભાઈ કુંડારીયા અને વિનોદ ચાવડા બંને હાજર હતા. જ્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હાજર હતાં.

જો કે બ્રિજેશ મેરજાની ગેરહાજરી સૂચક હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક ફક્ત ભાજપના લોકોની હતી અને તેથી કાર્યકરોમાં એવો ગણગણાટ છેકે શું મેરજા હવે ભાજપના ન ગણાય ?

જો કે નિરીક્ષકોએ તેના પ્રશ્ર્નોના જવાબ ટાળ્યા છે અને એક સંદેશો એવો આપવા પ્રયત્ન કર્યો કે ઉમેદવાર કોઇપણ હોય આપણે કમળને જીતાડવાનુંં છે. આમ ભાજપે તેનું જૂનું ઇમોશનલ પેટાચૂંટણીમાં ઉગામીને કાર્યકર્તાઓનો રોષ ઠંડો કરવા પ્રયત્ન કર્યો છે.


Related News

Loading...
Advertisement