સમડી જેવું પંખી બેબી સાર્કને ઉપાડી ગયું

04 July 2020 05:43 PM
India World
  • સમડી જેવું પંખી બેબી સાર્કને ઉપાડી ગયું

અમેરિકાના બાસ્કેટ બોલના એક સમયના ખેલાડી રેક્સ ચેપમેનએ ટવીટ કરીને એક વીડિયો વાઈરલ કર્યો છે જે દક્ષિણ કોરોલીનાના બીચનો છે. અહીં સેંકડો લોકો બીચની મજા માણી રહ્યા હતા તે સમયે જ અહીં ઉડતા પક્ષીમાંથી એક વિશાળ પક્ષીએ દરિયા પર ડાઈવ લગાવીને પાણીમાંથી એક બેબી સાર્કને ઉપાડી અને ઉડી ગયું.

સૌ આ પંખીની હિંમત અને તેની એક્યુરસી જોઇને દંગ થઇ ગયાં. બાસ્કેટ બોલના ખેલાડી તે સમયે કોઇ શુટીંગ કરતા હતા અને તેણે આ આખો વીડિયો ઉતાર્યો હતો. અને હાલ નેટ પર આ વીડિયો જબરો વાઈરલ થઇ ગયો છે.


Related News

Loading...
Advertisement