ધારીનાં હીમખીમડીપરા તળાવમાં બે બાળકોનાં ડુબી જતા મોત

04 July 2020 05:42 PM
Rajkot Crime
  • ધારીનાં હીમખીમડીપરા તળાવમાં બે બાળકોનાં ડુબી જતા મોત
  • ધારીનાં હીમખીમડીપરા તળાવમાં બે બાળકોનાં ડુબી જતા મોત

ન્હાવા પડેલા બંને બાળકોના મોતથી ગામમાં ગમગીની : મૃતદેહો બહાર કઢાયા

અમરેલી તા. 4:
ધારી નજીક આવેલ હીમ ખીમડીપરામાં રહેતાં બે કિશોર આજે સવારે નજીકમાં આવેલ પાણી ભરેલ ધુનામાં નહાવા ગયા હતા ત્યારે અકસ્માતે પાણીમાં ડુબી જવાથી મોત થતાં બન્ને કિશોરનાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ધારી નજીક આવેલ હીમખીમડી પરામાં રહેતાં જીજ્ઞેશ કાનુભાઇ ઇટોલીયા (ઉ.વ. 10) તથા રોહીત રાજુભાઇ પરમાર (ઉ.વ. 10) બન્ને કિશોર ધારીના હીમખીમડી પરા નજીક આવેલ ધોળીયા ધુનામાં ન્હાવા ગયેલ ત્યારે અકસ્માતે બન્ને બાળકો પાણી ભરેલ ધુનામાં પાણીમાં ડુબી જવાથી બન્નેનાં મોત નિપજયા હતા. આ બનાવની જાણ નજીકનાં લોકોને થતાં બન્ને બાળકોનાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ધારીના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ધારી નજીક બનેલા આ બનાવથી ભારે અરેરાટી ફેલાય જવા પામી છે.


Related News

Loading...
Advertisement