ગોકુલધામમાં અજાણ્યા શખ્સોએ બે યુવાનોને માર મારતા સારવારમાં

04 July 2020 05:39 PM
Rajkot Crime
  • ગોકુલધામમાં અજાણ્યા શખ્સોએ બે યુવાનોને માર મારતા સારવારમાં

રાજકોટ તા.4
ગોકુલધામ સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ બે યુવાનોને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. બાઈક સ્લીપ થયા બાદ ત્યાં હાજર લોકોને મદદે આવવાનુ કહેતા બોલાચાલી થઈ હતી. જેમા યુવાનો પર પાઈપ અને સળીયાથી હુમલો કરાયો હતો.

હુમલામાં ઈજાગ્રસ્ત થનાર આટકોટના દિપક ચકાભાઈ દાફડા (ઉં.19)એ જણાવ્યુ હતુ કે હું આટકોટ ખાતે રહુ છુ અને અહીં જ પેટ્રોલ પંપમાં કામ કરૂ છું. રાજકોટના 150 ફૂટ રોડ પર આંબેડકરનગરમા રહેતા મારા નાનીના ઘરે હું રોકાવા આવ્યો હતો ત્યારે નાના મૌવા સર્કલ ખાતે રહેતા મારા મિત્ર ભગુભાઈ સાથે એક વ્યકિતને પૈસા આપવા બાઈક પર જતા હતા. રસ્તામાં ગોકુલધામ સોસાયટીમાં વિજય હોટલવાળી શેરીમાં વરસાદી પાણીનું ખાબોચીયુ ભર્યું હતુ.

તેમા અમારૂ બાઈક સ્લીપ થઈ ગયુ હતુ. અમે બંને ત્યાં જમીન પર પડયા હતા પરંતુ હાજર લોકો જોઈ રહ્યા હતા. મદદ કરતા નહોતા જેથી અમે તેમને ટપાર્યા કે ઉભા કરવા તો આવો. તેવામાં એ લોકોએ ઉશ્કેરાઈ બોલાચાલી કરવા લાગ્યા જેથી અમે તેમ ન કરવા કહ્યુ પરંતુ તે લોકો અપશબ્દો કહેવા લાગ્યા અને પાઈપ, લોખંડના
સળીયા વડે મને અને ભગુભાઈને હાથ-પગમાં ઈજાઓ પહોંચાડી. અમને સારવાર માટે સીવીલ હોસ્પીટલે લવાયા હતા. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનોના નિવેદન લઈ કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement