પાટીદાર ચોકમાંથી મળેલા અજાણ્યા પ્રૌઢ પુષ્કરધામનાં રજનીશ પટેલ હોવાનું ખુલ્યું

04 July 2020 05:34 PM
Rajkot Crime
  • પાટીદાર ચોકમાંથી મળેલા અજાણ્યા પ્રૌઢ પુષ્કરધામનાં રજનીશ પટેલ હોવાનું ખુલ્યું

મવડી ફાયર બ્રિગેડ સામે ફ્રુટની રેકડી રાખતા ગંગુરામ સીંધી ઢળી પડયા બાદ મૃત્યુ

રાજકોટ તા.4
શહેરના સાધુ વાસવાણી રોડ પર બેભાન થઈ પડેલા પ્રૌઢે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડયો છે.
પુષ્કરધામથી આગળ ક્રિષ્ના પાર્ક બી/72 નંબરની શેરીમા રહેતા રજનીશભાઈ દીલીપભાઈ પીપળીયા નામના પટેલ પ્રૌઢ તા.2/7ના રોજ બપોરના 2.30 વાગ્યા આસપાસ સાધુ વાસવાણી રોડ પર ચાલીને જતા હતા ત્યારે પાટીદાર ચોક નજીક બેભાન થઈ ઢળી પડયા હતા ત્યાં હાજર લોકોએ તુરંત 108 મારફત તેમને રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડયા હતા. જયાં બેભાન હાલતમાં તેમની સારવાર શરૂ કરાઈ હતી. જો કે સારવાર દરમિયાન ગઈકાલે તેઓએ દમ તોડયો હતો. રજનીશભાઈ 2 ભાઈ એક બહેનમાં વચેટ હતા. મગની બિમારીથી પીડાતા હોવાનું અને સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળેલ છે તેમના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
બીજા એક બનાવમાં ઝુલેલાલનગર, સીંધી કોલોનીમાં રહેતા ગંગુરામ વઘણમલ સીંધી (ઉ.વ.52) આજે મવડી ફાયર બ્રિગેડ સામે પોતાની ફ્રુટની રેકડીએ હતા ત્યારે બેભાન થઈ ઢળી પડયા હતા. જયાંથી તેઓને રાજકોટ સિવિલ ખાતે ખસેડાતા તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.


Related News

Loading...
Advertisement