પોસ્ટલ બેલેટ સામે કોંગ્રેસને જ વાંધો : ચૂંટણી પંચમાં અરજી

04 July 2020 05:31 PM
Ahmedabad Gujarat Politics Rajkot
  • પોસ્ટલ બેલેટ સામે કોંગ્રેસને જ વાંધો : ચૂંટણી પંચમાં અરજી

રાજકોટ,તા. 4
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સંભવત: પેટાચૂંટણીઓમાં કોરોના સંદર્ભમાં જે રીતે 65 વર્ષ કે તેથી વધુનાને પોસ્ટલ બેલેટથી મતદાનની છૂટ આપી છે તેની સામે કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે અને આ જોગવાઈને ગેરબંધારણીય તથા ગેરકાનૂની જણાવીને કોંગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સિંઘવી તથા રણદીપ સુરજેવાલાએ ચૂંટણી કમિશનર સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરીને તેમનો વિરોધ નોંધાવ્યો છે.

જણાવ્યું છે કે રાજકીય પક્ષો સાથે સંતલત કર્યા વગર મતદાનની પધ્ધતિમાં જે વ્યાપક ફેરફાર થયો તે પરત ખેંચી લેવો જોઇએ. ચૂંટણી પંચે જે વ્યક્તિ 65 વર્ષ કે વધુ વયના છે અને જેઓ કોરોનાને કારણે ક્વોરેન્ટાઈન કે તેવી સ્થિતિમાં છે તેઓ અગાઉથી મંજૂરી મેળવીને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે તેવું જાહેર કર્યું છે અને કાનૂન મંત્રાલયે આ દરખાસ્તને મંજૂરી આપી છે તો કોંગ્રેસની દલીલ છે કે આ પ્રકારના મતદાનથી મતની ગુપ્તતાનો ભંગ થઇ શકે છે.

ઉપરાંત આ વ્યવસ્થાનો મોટાપાયે ગેરઉપયોગ પણ થઇ શકે છે. અગાઉથી જ મોટી સંખ્યામાં મતદારોને સાધીને તેના પોસ્ટલ બેલેટથી મતદાન કરાવી રાજકીય પક્ષો (ભાજપ) લાભ ઉઠાવી જશે. કોંગ્રેસને ભય કહે છે કે બિહારની ચૂંટણીમાં પણ ભાજપ આ રીતે પોસ્ટલ બેલેટ મતદાનનો ફાયદો ઉઠાવી શકે છે. તેના બદલે કોંગ્રેસે અલગથી સિનિયર સિટીઝનો માટે મતદાન કેન્દ્રો ગોઠવવા કે તેવા પ્રકારની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. પોસ્ટલ બેલેટની પ્રક્રિયા લાંબી છે અને દરેક મતદાર તે કરી શકશે નહીં તેથી રાજકીય પક્ષો તેનો લાભ ઉઠાવી શકશે.


Related News

Loading...
Advertisement