રાજકોટમાં આ વેપારી સંગઠનોનું સ્વૈચ્છિક લોકડાઉન : હવે સાંજે ૫ વાગ્યે માર્કેટ બંધ થશે, જે દુકાન ખુલી રાખશે તેને દંડ

04 July 2020 05:19 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં આ વેપારી સંગઠનોનું સ્વૈચ્છિક લોકડાઉન : હવે સાંજે ૫ વાગ્યે માર્કેટ બંધ  થશે, જે દુકાન ખુલી રાખશે તેને દંડ

રાજકોટ : શહેરમાં કોરોનાના વધતા કેસોને લઇને વેપારી સંગઠનોએ મહત્વનો નિર્ણય લીધો છે.

પરા બજાર, મોચી બજાર, દાણા પીઠ, ગુમાનસિંહજી સેન્ટર સહિતના વેપારી સંગઠનોએ સવારે ૮ થી સાંજે ૫ સુધી જ દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરોક્ત તમામ વેપારી સંગઠનોએ સ્વૈચ્છિક લોક ડાઉનનો નિર્ણય લીધો છે.

જે વેપારી આ બજારમાં દુકાન ખુલી રાખશે તેને પ્રથમવાર રૂ.૫૦૦ અને ત્યારબાદ રૂ.૧૦૦૦નો દંડ એસોસિએશન ને ભરવો પડશે.


Related News

Loading...
Advertisement