વડોદરામાં પોલીસ તાલીમ કેન્દ્રમાં 19 એલઆરડી જવાનોને કોરોના પોઝીટીવ

04 July 2020 04:36 PM
Vadodara Gujarat
  • વડોદરામાં પોલીસ તાલીમ કેન્દ્રમાં 19 એલઆરડી જવાનોને કોરોના પોઝીટીવ

તકેદારીના ભાગરૂપે 471 જવાનોને કરાયા આઈસોલેટ

અમદાવાદ તા.4
રાજયમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. વડોદરામાં આજે પોલીસ તાલીમ કેન્દ્રમાં 19 તાલીમાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાને પગલે આ તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતો. કેન્દ્રમાં તાલીમ લઈ રહેલાં 471 તાલીમાર્થીઓને પણ તકેદારીના ભાગે આઈસોલેટ કરવામાં આવ્યા છે.

વડોદરાના પ્રતાપનગરમાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં 1 જૂનથી તાલીમ લઈ રહેલા એલઆરડી જવાનોમાંથી 19માં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમનો રિપોર્ટ પોજીટીવ જાહેર થયો હતો.

એક સાથે 19 તાલીમાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્યની ટીમ તાલીમ કેન્દ્ર પર પહોંચી હતી. સાથે તાલીમ લઈ રહેલ 471 જવાનોને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. જેમાંથી અનેકમાં લક્ષણો જોવા મળતા હજુ પણ કેસમાં વધારો નોંધાય તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement