તો સુરતમાં ડાયમંડ-ટેક્ષટાઈલ ફેકટરીઓ બંધ કરાવાશે: રૂપાણીની ચેતવણી

04 July 2020 03:41 PM
Surat Gujarat Rajkot
  • તો સુરતમાં ડાયમંડ-ટેક્ષટાઈલ ફેકટરીઓ બંધ કરાવાશે: રૂપાણીની ચેતવણી
  • તો સુરતમાં ડાયમંડ-ટેક્ષટાઈલ ફેકટરીઓ બંધ કરાવાશે: રૂપાણીની ચેતવણી
  • તો સુરતમાં ડાયમંડ-ટેક્ષટાઈલ ફેકટરીઓ બંધ કરાવાશે: રૂપાણીની ચેતવણી
  • તો સુરતમાં ડાયમંડ-ટેક્ષટાઈલ ફેકટરીઓ બંધ કરાવાશે: રૂપાણીની ચેતવણી

કોરોના સંક્રમણ રોકવા માટે કામકાજની પદ્ધતિ ન કરો: ઉદ્યોગોને તાકીદ: બે દિવસની મહેતલ: માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરવા મુખ્યમંત્રી સુરતને બે હાથ જોડી વિનંતી સાથે જ 200 વેન્ટીલેટર મળી જશે: રાજયના અસરગ્રસ્ત મહાનગરની મુલાકાતે દોડી જતા રૂપાણી

રાજકોટ: ગુજરાતમાં અમદાવાદ બાદ હવે રાજયના ઔદ્યોગીક મહાનગર સુરતમાં સતત વધતા જતા કોરોના કેસની સ્થિતિમાં આજે આ મહાનગરની મુલાકાતે દોડી ગયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક ઉચ્ચ કક્ષાની બેઠક બાદ જાહેર કર્યુ હતું કે સુરતમાં જે રીતે કેસ વધ્યા છે તે ચોકકસપણે અમો ચિંતામાં છીએ. અહી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વધારાની બેડ ઉભી કરવા માટે તે તંત્રને જણાવ્યું છે તો શહેર માટે 200 નવા વેન્ટીલેટર સાંજે જ પહોંચી જશે.

રૂપાણીએ લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરતા કહ્યું હતું કે હું બે હાથ જોડીને સુરતના લોકોને જે કંઈ જરૂરી છે તેને અપનાવવા અને કોરોનાને રોકવામાં સરકારને સહાય કરવા વિનંતી કરુ છું.

રૂપાણીએ શહેરના હિરા ઉદ્યોગ તથા ટેક્ષટાઈલ ઉદ્યોગમાં જે રીતે કારીગરોમાં સંક્રમણ છે અને કારખાના-સ્વીમીંગ મિલોમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું નથી. તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે હીરા અને ટેક્ષટાઈલ ક્ષેત્રના અગ્રણીઓને સૂચના આપી છે અને કોરોનાનું સંક્રમણ વધે નહી તે રીતે કામકાજ કરવાનું રહેશે. આજે અને આવતીકાલે તેઓ બેઠક કરીને તેમની કામકાજની ફોર્મ્યુલા નકકી કરી લેશે અને સોમવાર સુધીમાં અમોને જણાવશે.

રૂપાણીએ સંકેત આપી દીધો કે જો સોમવાર સુધીમાં આ બન્ને ઉદ્યોગો નિર્ણય લેશે નહી તો પછી સરકાર નિર્ણય લેશે અને જે નિયમનું પાલન નહી થાય તો સરકાર તે ફેકટરી બંધ કરાવશે. કોરોના સંક્રમણના આંકડા અંગે રૂપાણીએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળતા સરકારી વેબસાઈટ મુજબના આંકડા છે તેનો બચાવ કર્યો હતો.


Related News

Loading...
Advertisement