માસ્ક પહેર્યો હોય તો પણ દંડ! કારણ ટાર્ગેટ: ગુજરાતમાં સરકારે શોધ્યો ‘રોકડી કમાણી’નો માર્ગ

04 July 2020 02:16 PM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • માસ્ક પહેર્યો હોય તો પણ દંડ! કારણ ટાર્ગેટ: ગુજરાતમાં સરકારે શોધ્યો ‘રોકડી કમાણી’નો માર્ગ

પહોંચ માસ્ક નહી પહેરવાના દંડની! પોલીસ કહે છે નસીબદાર ગણો બાકી હેલ્મેટનો દંડ તો વધુ છે

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસમાં જે રીતે માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાયું છે અને માસ્ક નહી પહેરનાર ને રૂા.200નો દંડ થઈ રહ્યો છે. રાજય સરકાર દાવો કરે છે કે આ દંડ કોઈ આવક નહી પણ લોકોમાં માસ્ક પહેરવાની જાગૃતિ આવે તે માટે છે પણ વાસ્તવમાં રાજયના અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં પોલીસ જે રીતે માસ્ક ઝુંબેશના નામે દંડનો દંડો વિંઝી રહી છે તેમાં રાજય સરકારે પોલીસદળને કોઈ ટાર્ગેટ આપ્યો હોવાના પણ સંકેત છે.

રમૂજમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે, કોરોનામાં રાજય સરકાર જે મફત અનાજ પુરુ પાડે છે તો તેની કિંમત આ પ્રકારના દંડથી વસુલી રહી છે. અમદાવાદમાં માસ્ક પહેરનાર અને નહી પહેરનાર બન્ને દંડાય છે. જો તમો માસ્ક પહેર્યો હોય તો તમો હેલ્મેટ પહેર્યો નથી તેમ કહીને દંડ વસુલાય છે અને કારચાલકને સીટબેલ્ટનો દંડ કરાય છે. કોરોના કાળમાં લોકડાઉન સમયે જે રીતે પોલીસ વાહન ડીટેઈન કરીને મોટી કમાણી સરકારને કરાવી તે પછી હવે માસ્ક એ નવુ સાધન બનાવ્યુ છે.

અમદાવાદમાં પોલીસ માસ્ક પહેરનારને પણ રૂા.200ની દંડ કરીને જે પાવતી આપે છે તેના અંગે પૂછતા તે માસ્ક નહી હેલ્મેટ નહી પહેરવાનો દંડ છે. જયારે પાવતીમાં માસ્ક નહી પહેરવાનો દંડ તરીકે ગણાવાયો છે.

પોલીસ કહે છે કે હેલ્મેટ નહી પહેરવાનો દંડ તો ઉંચો છે તેથી અમો માસ્ક નહી પહેરવાની પાવતી ફાડી તેઓને મોટા દંડથી બચાવીએ છીએ. સીટબેલ્ટ નહી પહેરનારને પણ માસ્ક નહી પહેરવાનો દંડની પાવતી અપાય છે પછી તેણે માસ્ક પહેર્યા છે તેવી દલીલ કામે લાગતી નથી.


Related News

Loading...
Advertisement