સરોજ ખાન મારી જેન્યુઇન ડાન્સ ટીચર હતી : શાહરુખ

04 July 2020 12:11 PM
Entertainment India
  • સરોજ ખાન મારી જેન્યુઇન ડાન્સ ટીચર હતી : શાહરુખ

મુંબઈ
શાહરુખ ખાનનું કહેવું છે કે સરોજ ખાનતેની ખરી ડાન્સ ટીચર હતી. સરોજ ખાનનું મૃત્યુ થતાં શાહરુખ ખાને ટવીટ કર્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ મારાં જેન્યુઇન ડાન્સ ટીચર હતા. તેમણે મને કલાકો સુધી ફિલ્મ ડાન્સીંગ શીખવ્યું છે. મને મળેલીતમામ વ્યક્તિઓમાં તેઓ ખૂબ જ કેરિંગ અને લવિંગ વ્યક્તિ હતાં. હું તમને મિસ કરીશ સરોજજી. અલ્લાહ તમારા આત્માને શાંતિ આપે. મારું ધ્યાન રાખવા બદલ તમારો આભાર.

આ અગાઉ પણ શાહરુખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સરોજ ખાન તેની મમ્મીની જેમ દેખભાળ રાખતાં હતાં. આ વિશે શાહરુખે કહ્યું હતું કે મારા શરુઆતના દિવસોમાં હું ખૂબ જ કામ કરી રહ્યો હતો. હું ત્રણ શિફટમાં કામ કરતો હતો અને એક વાર હું સરોજજી સાથે કામ કરી રહ્યો હતો.હું થાકી ગયો હોવાથી સરોજજીને મેં કહ્યું હતું કે બહોત કામ હૈ, થક ગયા હું. તેમણે પ્રેમથી મમ્મીની જેમ મને ગાલ પર મારીને કહ્યું હતું કે ક્યારેય એવું નહીં કહેવાનું કે બહુ કામ છે. આ લાઈનમાં ક્યારેય વધુ કામ નથી હોતું. હું પોતાને નસીબદાર માનું છું કે મારી પાસે ક્યું કામ કરવું એની ઘણીબધી પસંદગી છે.


Related News

Loading...
Advertisement