સલમાને કામ આપવાનો વાયદો કર્યો હતો સરોજ ખાનને

04 July 2020 12:08 PM
Entertainment India
  • સલમાને કામ આપવાનો વાયદો કર્યો હતો સરોજ ખાનને

જબ વી મેટ સિવાય તેમને શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયની દેવદાસ અને અદિતિ રાવ હૈદરીની તામિલ ફિલ્મ શ્રિન્ગારમ માટે પણ નેશનલ અવોર્ડ મળ્યો હતો

મુંબઇ
સરોજ ખાનનું કહેવું છે કે તેને કામ મળવાનું બંધ થઇ ગયું હતું, પરંતુ સલમાન ખાને તેને કામ આપવાનું વચન આપ્યું હતું. સરોજ ખાન છેલ્લાં 40 વર્ષથી બોલીવુડમાં કોરિયોગ્રાફી કરી રહયાં છે અને તેમને છેલ્લાં ઘણાં વર્ષોથી કામ નહોતું મળી રહયું. તેઓ યુવાન એકટ્રેસને ડાન્સ શીખવને તેમના દિવસો ગાળી રહયાં હતાં. સલમાન ખાને આપેલા વચન વિશે સરોજ ખાને કહયું હતું કે સલમાન મને મળ્યો હતો

ત્યારે તેણે મને પૂછયું હતું કે આજકાલ હું શું કરી રહી છું. મેં તેને ચોખ્ખું કહયું હતું કે મારી પાસે કોઇ કામ ન હોવાથી હું યુવાન એકટ્રેસને શાસ્ત્રીય સંગીત શીખવી રહી છું. ત્યારે સલમાને કહયું હતું કે હવે તમે મારી સાથે કામ કરશો? હું જાણુ છું કે સલમાન તેની જબાલનો પાકો છે.


Related News

Loading...
Advertisement