પિઝામાં જીએસટી : માત્ર ‘બેગ્રી સુપ્રીમ’માં નફાખોરીની તપાસ કરવા હાઈકોર્ટનો હુકમ

04 July 2020 11:54 AM
Ahmedabad Gujarat
  • પિઝામાં જીએસટી : માત્ર ‘બેગ્રી સુપ્રીમ’માં નફાખોરીની તપાસ કરવા હાઈકોર્ટનો હુકમ

પિઝા હટને આંશિક રાહત

અમદાવાદ,તા. 4
ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે નફાખોરી વિરુધ્ધનાં કેસમાં પિઝા હટની માત્ર ‘બેગ્રી સુપ્રિમ’ તપાસની બાબત હોય શકે.
એક ગ્રાહકે એસજી રોડનાં આઉટલેટ સામે જીએસટી ચાર્જીસ ઘટાડવામાં આવ્યાહોવા છતાં વધુ ભાવ લેવા આક્ષેપ કર્યો એ સામે પિઝા હટ કાનૂની લડાઈ લડી રહી છે.

ગુજરાત હાઈકોર્ટે જીએસટી વિભાગનાં નફાખોરી વિરોધી સત્તાવાળાઓને ફરિયાદી ગ્રાહકે આપેલા પિઝા મુદ્દે જ તપાસ કરવા જણાવ્યું હતું.
ડિસેમ્બર 2017માં પિઝા હટની એસજી રોડ બ્રાંચે ઓનલાઈન ઓર્ડર સર્વ કરવા બેગ્રી સુપ્રિમ પિઝા ડિલીવર કર્યા હતા. ગ્રાહક પાસેથી એના રુા. 545 વસૂલવામાં આવ્યા છે. ગ્રાહકે નફાખોરી વિરોધી ઓથોરિટીને ફરિયાદ કરી આ જ પ્રોડક્ટ નવેમ્બર 2017માં રુા. 490માં વેચાતી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે 15 નવેમ્બર, 2017એ જીએસટી રેટ રેસ્ટોરાંની ફૂડ આઈટેમ પર 18ટકાથી ઘટાડી 4 ટકા કરાયો હોવા છતાં પિઝાનાં વધુ ભાવ લેવામાં આવ્યાં છે.

પિઝા હટ અને કેચફેસી આઉટલેટનું સંચાલન કરતી સેફાયર ફૂડસ ઇન્ડીયાએ દલીલ કરી હતી કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મજરે નહીં અપાય એ શરતે જીએસટી દર ઘટાડવામાં આવ્યો હતો. ઇન્વર્ડ સપ્લાય ખર્ચ રેસ્ટોરાએ ભોગવવો પડે છે, અને આથી જ ગ્રાહકોને વેચવામાં આવતા ખાદ્ય પદાર્થોની કિંમત વધારવામાં આવી છે. ગત નાણાંકીય વર્ષનાં આધારે આઈટીસીનાં 11.48 ટકા ખર્ચ સામે સેફાયરે સરેરાશ 10.5 ટકા ભાવ વધાર્યા છે. આથી રેસ્ટોરાં દ્વારા અયોગ્ય નફાખોરીનો કોઇ કેસ બનતો નથી.

આમ છતાં સેફાયરને સમન્સ મળવાનું ચાલુ રહ્યું હતું. એ પછી બોમ્બે હાઈકોર્ટમાં ગઈ હતી અને સૂચનાના આધારે તેણે 8 જૂન સુધીમાં જવાબ રજૂ કર્યો હતો. એ પછીપણ માહિતી રજૂ ક રવા જણાવતો વધુ એક સમન્સ મળ્યો તો. આથી કંપનીએ જૂનના છેલ્લા સપ્તાહમાં ગુજરાત હાઇકોર્ટમાં ધા નાખી હતી, કંપનીએ બેગ્રી સુપ્રિમ સિવાયની અન્ય પ્રોડક્ટસની તપાસ કરવાની ડાયરેક્ટર જનરલની સત્તાને પણ પડકારી હતી. ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે સંબંધિત સત્તાવાળાઓને નોટિસ આપી 30 જૂલાઈ સુધીમાં જવાબ માગ્યો છે.


Related News

Loading...
Advertisement