વિધા બાલનની શકુંતલા દેવી: અ હ્યુમન કમ્પ્યુટર રિલીઝ થશે 31 જુલાઇએ

04 July 2020 10:47 AM
Entertainment
  • વિધા બાલનની શકુંતલા દેવી: અ હ્યુમન કમ્પ્યુટર રિલીઝ થશે 31 જુલાઇએ

નવી દિલ્હી: વિધા બાલનની શકુંતલા દેવી: અ હ્યુમન કમ્પ્યુટર 31 જુલાઇએ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને અનુ મેનને ડિરેકટ અને સોની પિકચર્સ નેટવર્ક પ્રોડકશન્સ અને વિક્રમ મલ્હોત્રાએ પ્રોડયુસ કરી છે. શકુંતલા દેવી ઇન્ડિયન મેથેમેટિકસ જીનિયસ હતાં. ઘડીના છઠ્ઠા ભાગમાં ગણિતના અઘરા દાખલા ઉકેલવામાં તેમની અનેરી હથોટી હતી.

તેમને સમર્પિત આ ફિલ્મમાં વિધા બાલનની સાથે સાન્યા મલ્હોત્રા, જિશુ સેનગુપ્તા અને અમિત સાધ પણ જોવા મળશે. આ ફિલ્મને સંબંધિત એક વિડિયો વિધાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. એ વિડિયોમાં તે ખૂબ જ ઝડપથી ગણિતના અઘરા પ્રોબ્લેમ્સ સોલ્વ કરી રહી છે. વિડિયોના અંતમાં તે 31 જુલાઇ, 2020 એમ બોલતી દેખાય છે.

આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને વિધાએ કેપ્શન આપી હતી કે ફિલ્મ શકુંતલા દેવી: હ હ્યુમન કમ્પ્યુટર નું પ્રીમિયર 2020ની 31 જુલાઇએ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. અદભુત દિમાગ ધરાવતી સ્ટોરીનો અનુભવ તમને મળશે.


Related News

Loading...
Advertisement