કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ : ઓકસીજન સપોર્ટ પર રખાયા

03 July 2020 11:54 AM
Ahmedabad Gujarat
  • કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ : ઓકસીજન સપોર્ટ પર રખાયા

અમદાવાદ : દેશમાં આજે ૨૦૦૦૦થી વધુ અને ગુજરાતમાં એક જ દિવસમાં ૬૮૧ કોરોના કેસ નોંધાયા છે. દિવસે ને દિવસે કોરોના નો કહેર વધતો જણાય છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને રાજ્યસભા ની ચૂંટણી બાદ તરત જ કોરોના હોવાનું સામે આવ્યું હતું અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેમની તબિયત લથડતા અમદાવાદ શિફ્ટ કરાયા હતા. હાલ તેમની તબિયત ક્રિટીકલ હોવાનું જાણવા મળે છે અને તેમને ઓકસીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

ભરતસિંહ સોલંકીને ડાયાબિટીસ અને અસ્થમાં પણ છે.


Related News

Loading...
Advertisement