કોરોનાને લઇને આવ્યા સારા સમચાર : ભારતમાં કોરોનાની વૅક્સીન Covaxin 15 ઓગસ્ટે થઈ શકે છે લૉન્ચ

03 July 2020 10:51 AM
India
  • કોરોનાને લઇને આવ્યા સારા સમચાર : ભારતમાં કોરોનાની વૅક્સીન Covaxin 15 ઓગસ્ટે થઈ શકે છે લૉન્ચ

નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતમાં 15-ઓગસ્ટે કોરોનાની વૅક્સીન કોવૅક્સીન લૉન્ચ કરવામાં આવી શકે છે. આ વૅક્સીનને ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયૉટેક દ્વારા તૈયાર કરાઈ છે.

ભારત બાયૉટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી આ વૅક્સીનનું લૉન્ચિંગ સંભવ છે. તાજેતરમાં જ કૉવૅક્સીનના હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળી છે. ICMR તરફથી જાહેર કરવામાં આવેલા લેટર પ્રમણા, 7 જુલાઈથી હ્યૂમન ટ્રાયલ માટે ઈનરોલમેન્ટ શરૂ થઈ જશે. જે બાદ જો તમામ પ્રકારના ટ્રાયલ સફળ રહ્યાં, તો આશા છે કે 15 ઓગસ્ટ સુધીમાં કોવૅક્સીનને લૉન્ચ કરવામાં આવી શકે છે. સૌથી પહેલા ભારત બાયૉટેકની વૅક્સીન માર્કેટમાં આવી શકે છે.

ભારત બાયોટેક કંપનીએ પોલિયા, રેબીજ, રોટાવાઈરસ, જાપાની ઈનસેફ્લાઈટિસ, ચિકનગુનિયા અને જિકા વાઈરસ માટે પણ વૅક્સીન બનાવી છે.

ભારત બાયોટેકના COVAXINના ટ્રાયલ ઉપરાંત ઝાયડસ કેડિલાએ પણ COVID-19 માટે ડેવલપ કરવામાં આવી રહેલી વૅક્સીનના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ Covid-19 વૅક્સીનના ફેઝ 1 અને 2 હ્યુમન ટ્રાયલને શરૂ કરવા માટે ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને મંજૂરી આપી દીધી છે


Related News

Loading...
Advertisement