ધારાસભા પેટાચૂંટણી પૂર્વે કોરોના રીપોર્ટ માંગતુ પંચ

02 July 2020 11:09 AM
India Politics
  • ધારાસભા પેટાચૂંટણી પૂર્વે કોરોના રીપોર્ટ માંગતુ પંચ

રાજયમાં આઠ બેઠકોની પેટાચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ : બિહાર અને મધ્યપ્રદેશને પણ પૂછાણ: પ્રચારથી લઈ મતદાન તથા મતગણતરી માટેની વ્યવસ્થા કરશે

નવી દિલ્હી
દેશમાં કોરોનાની સ્થિતિ વચ્ચે પણ હવે આગામી સમયમાં આવી રહેલી બિહારની ધારાસભા ચૂંટણી અને ગુજરાત અને મધ્યપ્રદેશની વિધાનસભા પેટાચૂંટણી યોજવા માટેની તૈયારી શરૂ કરતા પુર્વે ચૂંટણીપંચે આ ત્રણેય રાજયોને તેમના રાજયની નકોરોનાથ સ્થિતિ અંગે રીપોર્ટ આપવા જણાવ્યું છે. બિહારમાં ધારાસભાની ચૂંટણી આગામી ઓકટો-નવે.માં યોજાવાની છે. જયારે ગુજરાતમાં ધારાસભાની 8 બેઠકોની પેટાચૂંટણી સપ્ટે. સુધીમાં યોજવી જરૂરી છે.

એ જ રીતે મધ્યપ્રદેશમાં ધારાસભાની 24 બેઠકોની પણ પેટાચૂંટણી આ સમયગાળા આસપાસ યોજવી જરૂરી છે પણ જે રીતે ગુજરાત સહિતના રાજયોમાં કોરોનાની સ્થિતિ છે તેથી ચૂંટણીઓ યોજવા ખાસ કરીને પ્રચાર-મતદાન-મતગણતરી સમયે ખાસ સાવધાની રાખવી જરૂરી બની જશે અને તેથી મતદાન મથકોની સંખ્યા પણ વધારવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજય ચૂંટણી ઓફીસે તો આ તમામ ચૂંટણીઓ યોજવાની પ્રાથમીક તૈયારી શરૂ કરી જ દીધી છે પણ દિલ્હીની ચૂંટણીપંચ કોઈ કાર્યક્રમ જાહેર કરે તે પુર્વે જે તે રાજયોની કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવવા માંગે છે.

જેથી ચૂંટણીના કારણે કોરોના સંક્રમણને વધવાની તક ન રહે તે ઉપરાંત કોરોના વચ્ચે પણ ચૂંટણી યોજવાથી જે બંધારણીય જરૂરિયાત છે તેને જાળવી શકાશે.બિહારમાં 243 બેઠકોની ધારાસભાની મુદત નવેમ્બરમાં પુરી થાય છે અને તેથી ઓકટો.માં આ રાજયમાં ચૂંટણી યોજાય તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement