ઈમ્પોર્ટન્ટ; અમીત શાહે ટવીટ કરીને મોદીના સંબોધનની ઉતેજના વધારી દીધી

30 June 2020 03:36 PM
India
  • ઈમ્પોર્ટન્ટ; અમીત શાહે ટવીટ કરીને મોદીના સંબોધનની ઉતેજના વધારી દીધી

મોદીજી કોરાના રસી અંગે કહેશે? સંબોધન પુર્વે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દૌર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 4 વાગ્યે દેશને સબોધન કરનાર છે તે અંગે જબરી ઉતેજના છવાઈ ગઈ છે અને આ જાહેરાત શેની હો તે અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે તે વચ્ચે મોદીએ આજે બપોરે ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી કોરોના રસી અંગે કોઈ મહત્વની જાહેરાત કરનાર છે કે કેમ તે અંગે પણ પ્રશ્ન છે. ભારતમાં હૈદરાબાદની કંપનીને કોરોનાની હ્યુમન ટ્રાયલને મંજુરી આપી છે.

મોદી તે અંગે કોઈ જાહેરાત કરશે કે પછી અન્ય કોઈ તેના પર સૌની નજર છે. ગૃહમંત્રી અમીત શાહે ‘ઈમ્પોર્ટન્ટ’ તેવા ટેગ સાથે ટવીટ કરીને વડાપ્રધાનનું સંબોધન બપોરે 4 વાગ્યે સાંભળવાનું નહી ચૂકતા તેવી જાહેરાત કરી છે જેનાથી પણ ઉતેજના વધી ગઈ છે.


Related News

Loading...
Advertisement