અક્ષય, આલિયા, સુશાંત, અજય દેવગન અને અભિષેક બચ્ચનની ફિલ્મ રિલીઝ થશે ઓનલાઈન

30 June 2020 10:53 AM
Entertainment India
  • અક્ષય, આલિયા, સુશાંત, અજય દેવગન અને અભિષેક બચ્ચનની ફિલ્મ રિલીઝ થશે ઓનલાઈન
  • અક્ષય, આલિયા, સુશાંત, અજય દેવગન અને અભિષેક બચ્ચનની ફિલ્મ રિલીઝ થશે ઓનલાઈન
  • અક્ષય, આલિયા, સુશાંત, અજય દેવગન અને અભિષેક બચ્ચનની ફિલ્મ રિલીઝ થશે ઓનલાઈન
  • અક્ષય, આલિયા, સુશાંત, અજય દેવગન અને અભિષેક બચ્ચનની ફિલ્મ રિલીઝ થશે ઓનલાઈન

મુંબઈ
અક્ષયકુમાર, આલિયા ભટ્ટ, સુશાંતસિંહ રાજપૂત, અજય દેવગન, વિદ્યુત જામવાલા, કુણાલ ખેમુ અને અભિષેક બચ્ચનની ફિલ્મો ઓનલાઈન રિલીઝ કરવામાં આવશે. કોરોના વાઈરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્રણ મહિના બાદ લોકડાઉન ધીમે-ધીમે ખોલવામાં આવ્યું છે પરંતુ થિયેટરને પરવાનગી નહીં મળે. આ કારણસર મોટાભાગની ફિલ્મો ઓનલાઈન રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમારની લક્ષ્મી બોમ્બ, આલિયા ભટ્ટની સડક-2, સુશાંત સિંહ રાજપૂતની દિલ બેચારા, અજય દેવગનની ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડીયા, અભિષેક બચ્ચનની ધ બિગ બુલ, વિદ્યુત જામવાલની ખુદા હાફિઝ અને કુણાલ ખેમુની લુટકેઝને ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.

ડિઝની હોટ સ્ટાર મલ્ટીપ્લેક્સ કેટેગરી હેઠળ આ ફિલ્મો રિલીઝ કરવામાં આવશે અને એ માટે વીઆપી સબસ્ક્રાઈબર હોવું જરુરી છે. સૌથી પહેલી ફિલ્મ દિલ બેચારા હશે જે દરેક લોકો ફ્રી જોઇ શકાશે. લક્ષ્મી બોમ્બ વિશે અક્ષયકુમારે કહ્યું કે આ ફિલ્મ મારા દિલની ખુબ નજીક છે. કારણ કે આ ફિલ્મમાં પહેલીવાર હું એવું કામ કરી રહ્યો છું જે મેં આજ સુધી નથી કર્યું. આ એક હોરર અને હ્યુમરનો સમન્વય છે તેમજ એમાં ખુબ જ સ્ટ્રોન્ગ સોશ્યલ મેસેજ પણ છે. આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિનાં જીવનમાં આ ફિલ્મ ખુશી અને આશા લઇને આવે એવી આશા છે.

અઝય દેવગને તેની ફિલ્મ વિશે કહ્યું કે મેં અત્યાર સુધી 100 ફિલ્મોમાં કામ કર્યું છે. હું માનું છું કે અમારી ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ કરવા માટે હોય છે. જો કે આ સમય દરમ્યાન બે વસ્તુ સાથે થઇ છે. પહેલું એ કોરોના વાઈરસને કારણે દુનિયામાં હાહાકાર મચી ગયો છે. બીજું એ કે આ સમય દરમ્યાન ઓવર ધ ટોપ એટલે કે ડીજીટલ પ્લેટફોર્મને લોકોએ ખુબ જ આવકાર્યું છે. ભવિષ્યમાં થીયેટર્સ અને ડીજીટલ પ્લેટફોર્મ સાથે ચાલશે. બન્નેની તાકાત અલગ છે. મારી ભુજ : ધ પ્રાઈડ ઓફ ઇન્ડીયાને તમામ લોકો જોઇ શકશે. તેઓ પણ હવે નવી ફિલ્મ રિલીઝની આશા રાખી શકે છે.

સડક-2 વિશે આલિયા ભટ્ટે કહ્યું કે આ પહેલી ફિલ્મ છે જેમાં હું મારા પપ્પા સાથે કામ કરી રહી છું. આ મારું સપનું પુરું થવા બરાબર છે. આ ફિલ્મમાં એક નવાં ઇમોશન્સ છે અને કાસ્ટ પણ અદ્દભૂત છે. આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટે સાથે કામ કરવું અદ્દભૂત હતું. આ ખુબ મુશ્કેલ સમય છે જેમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ મારા પપ્પા હંમેશા કહેતા આવ્યા છે કે ફિલ્મમેકર્સનું ડેન્સીનેશન દર્શકોનું દિલ હોય છે.


Related News

Loading...
Advertisement