બિગબોસની નવી સીઝન ડિસેમ્બર પહેલાં નહીં આવે

30 June 2020 10:48 AM
Entertainment India
  • બિગબોસની નવી સીઝન ડિસેમ્બર પહેલાં નહીં આવે

રાજકોટ
ક્લર્સ ટીવીના સુપરહીટ રિયાલીટી શો બિગ બોસની નવી સિઝનને આ વર્ષો લોકડાઉનનું ગ્રહણ બરાબરનું નડી જવાનું છે. જેને લીધે શો ઓલમોસ્ટ દોડથી બે મહિના પાછળ જાય એવા પણ પૂરતા ચાન્સીસ છે. બન્યું છે એવું કે આ શોનું પ્રેકટીકલ શૂટિંગ શક્ય ન બને એ પ્રકારના નિયમો અત્યારે ગવર્નમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે. સોળલોકો એક જ ઘરમાં રહે તે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કેવી રીતે કરવું એ પ્રશ્ન છે તો સાથોસાથ એ પણ પ્રશ્ન છે કે અંદરની ચીજવસ્તુઓને સેનિટાઈઝ કઇ રીતે કરતા રહેવી.

બિગ બોસની ચૌદમી સીઝનનું શુટ ઓક્ટોબરમાં શરુ થવાનું હતું. આ સીઝનમાં તેર સેલિબ્રીટી અને ત્રણ કોમનમેનને લાવવાનું પ્લાનીંગ કરવામા આવતું હતું. પણ હવે એને અટકાવી દેવામાં આવ્યું છે. પ્રોડકશન હાઉસ અને ચેનલ બન્નેની ઇચ્છા છે કે શોનું શૂટિંગ ડીસેમ્બરમાં શરુ કરવું અને હમણા રાહ જોવી. ઓક્ટોબરમાં શૂટ શરુ કરવાનું હોય તો જુલાઈમાં એનું કામ શરુ કરી દેવું પડે. પણ પ્રોડકશન હાઉસ અને ચેનલ બન્નેની સહમતી હોવાથી અત્યારે કામ શરુ કરવામાં નહીં આવે અને બિગ બોસના ફેન્સે આ વખતે આ રિયાલીટી શોની દોઢથી બે મહિના વધારે રાહ જોવી પડશે.


Related News

Loading...
Advertisement