દુબઈનો બલવીન્દર સહાની 9 નંબરનો દીવાનો: નંબર પ્લેટ માટે ખર્ચ્યા 60 કરોડ

30 June 2020 10:45 AM
India World
  • દુબઈનો બલવીન્દર સહાની 9 નંબરનો દીવાનો: નંબર પ્લેટ માટે ખર્ચ્યા 60 કરોડ

રોલ્સ રોય માટે ડી-5 નંબર મેળવ્યા

દુબઈ તા.30
પોતે અલગ દેવાય એ માટે આજના જમાનામાં વધુને વધુ લોકો એકસ્ટ્રા માઈલ જાય છે. પર્સનલ સ્યાઈનમાં આગવો સ્પર્શ આપવા માણસ ઈચ્છે એમાં કંઈ ખોટું પણ નથી.કારની નંબર પ્લેટ માટે લોકો આજકાલ ધોમ ખર્ચ કરે છે. દુબઈમાં બલવીન્દર સહાની નામના એક બીઝનેસમેને પર્સનલાઈઝડ નંબર પ્લેટ માટે કરોડો ખર્ચ્યા છે.

અબુ સબા તરીકે પણ જાણીતા બલવીન્દર સહાની દુબઈના ભારતીય મૂળના પ્રોપર્ટી ડીલર માટે આરએસજી ગ્રુપની કંપનીઓના ચેરમેન છે. આરપીજી (રાજ સહાની ગ્રુપ)ની સ્થાપના 1970માં ઓટોમોટીવ સ્પેરપાર્ટસ બીઝનેસ તરીકે થઈ હતી, અને જોતજોતામાં તેણે રિયલ એસ્ટેટ, ઈન્ડસ્ટ્રીયલ ઈકવીપમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.

ઓકટોબર 2016માં સહાનીએ પોતાની 6 પૈકી એક રોલ્સ રોયની નંબર પ્લેટ માટે એ વખતે 3.3 દિહરામ (લગભગ 60 કરોડ) અને 67 કરોડ ખર્ચ્યા હતા. દુબઈ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરીટીએ ‘ડીપ’ નંબર પ્લેટની લીલામી કરી હતી.નંબર પ્લેટ માટે કરોડોનો ખર્ચ કરવાના તેના નિર્ણય પાછળ અંકશાસ્ત્ર છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ સહાની 9ના આંકડાને શુકનવંતો માને છે અને ડી-5નો સરવાળો નવ ડી (4)+5 થાય છે.


Related News

Loading...
Advertisement