ચીની આયાતોને બંદરે રોકી રાખવાથી આપણને જ વધુ નુકશાન થશે: ગડકરી

30 June 2020 10:29 AM
India World
  • ચીની આયાતોને બંદરે રોકી રાખવાથી આપણને જ વધુ નુકશાન થશે: ગડકરી

કસ્ટમ્સ કિલયરન્સમાં વિલંબ બાબતે નાણા-વાણિજય પ્રધાનોને પત્ર: ચાઈનીઝ પાવર ઈકિવપમેન્ટમાં માલવેરની ચકાસણી કરાશે: ઉર્જાપ્રધાન

નવી દિલ્હી તા.30
ચીનની આયાતોને કસ્ટમ્સ કિલયરન્સમાં વિલંબ થઈ રહ્યા બાબતે ચિંતા વ્યક્ત કરાતા પરિવહન અને એમએસએમઈ પ્રધાન નીતિન ગડકરીએ નાણા અને વાણિજય મંત્રાલયને પત્ર લખી બંદરો ખાતે માલ છોડવા અવરોધો દૂર કરવા અનુરોધ કર્યો છે. ગડકરીએ જણાવ્યું હતું કે ઉદ્યોગ-કંપનીઓએ પેમેન્ટ કર્યા પછી જ આ માલસામાન ભારતીય બંદરોએ આવ્યો છે.

તેમણે એક વેબ પ્લેટફોર્મને જણાવ્યું હતું કે આયાતી માલસામાનના કિલયરન્સમાં વિલંબથી ભારતીય કંપનીઓને વધુ નુકશાન થશે, ચીનને નહીં, આપણું ધ્યેય આયાતો ઓછી કરવાનું છે અને ઈમ્પોર્ટ ડયુટી વધારી એ નકકી કરી શકાય છે. પરંતુ આયાતી માલસામાનને રોકી રાખવાથી આપણી કંપનીઓને જ નુકશાન થશે અને તેમને મોટી ખોટ ભોગવવી પડશે.

પેસ્ટીસાઈડ કંટ્રોલ માટે ઉપયોગમાં લેવાતા મિકેનીકલ સ્પ્રે અને તેના સ્પેરપાર્ટસના ક્ધસાઈનમેન્ટને કસ્ટમ્સ કિલયરન્સમાં વિલંબ થઈ રહ્યાની ખેડુતોની ફરિયાદ મળતા ગડકરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને વાણિજય પ્રધાન પિયુષ ગોયલને પત્ર લખ્યો છે. દરમિયાન, વીજપ્રધાન આર.કે.સિંહે જણાવ્યું હતું કે દેશમાં અર્થતંત્રને પંગુ બનાવવા ઈલેકટ્રીસીટી ગ્રીડ ખોરવવામાં સંભવિતપણે ઉપયોગ થઈ શકે તેવા ચીનની આયાત થતા વીજ સાધનસરંજામોમાં માલવેર અને ટ્રોજન હોર્સીસની ભારત ચકાસણી કરશે.


Related News

Loading...
Advertisement