કોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનું રિવ્યુ કરશે

30 June 2020 10:23 AM
India Sports World
  • કોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનું રિવ્યુ કરશે

નવી દિલ્હી: દુનિયાના દરેક દેશનાં ક્રિકેટ બોર્ડ ઓકટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલો ટી20 વર્લ્ડકપ રમાડવામાં આવશે કે નહીં એ વિશે રાહ જોઈને બેઠા છે. જો કે આઈસીસી માટે આ ઈવેન્ટની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પણ ખૂબ જ મહત્વની છે.

કોરોના વાયરસને કારણે બાકીની ઈવેન્ટ કેન્સલ અથવા તો પોસ્ટપોન કરવામાં આવી છે. આ કારણસર એ ઈવેન્ટને ફરી રીશેડયુલ કરવામાં આવશે. એ માટે આઈસીસી ફયુચર ટુર્સ પ્રોગામ પર નજર કરી રહી છે. અત્યારે તો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જો કે અત્યાર સુધી કેટલી ઈવેન્ટ કેન્સલ થઈ અને કેટલો સમય બચ્યો છે તેમજ બધું નોર્મલ થતાં કેટલીવાર લાગશે એ તમામ માહિતીને ધ્યાનમાં રાખીને 2023 સુધીની તમામ ઈવેન્ટ પર નજર રાખવામાં આવશે.

આ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનું શું થશે એના પર પણ તેઓ વિચારી રહ્યા છે. તેઓ બાકીની મેચને ફરી રીશેડયુલ કરવા વિશે વિચારી રહ્યા છે અને એ માટે બહુ જલ્દી રિવ્યુ કરશે.


Related News

Loading...
Advertisement