ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૦ દર્દીઓ સાજા થયા, નવા ૬૨૪ કેસ

30 June 2020 12:24 AM
Gujarat
  • ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૦ દર્દીઓ સાજા થયા, નવા ૬૨૪ કેસ

24 કલાકમાં 19 મોત

અમદાવાદ :
રાજ્યમાં કોરોના કેસનો વધારો ચિંતાજનક છે. દરરોજ આંકડાનો રેકોર્ડ તૂટી રહ્યો છે. કાલે એક જ દિવસના સૌથી વધુ 624 કેસ નોંધાયા હતા તો આજે 626 કેસ સપાટી પર આવ્યા છે, તેમજ 24 કલાકમાં 19 લોકોના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે 440 દર્દીએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

રાજ્યમાં કુલ 63 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 6884 સ્ટેબલ છે. કુલ મૃત્યુ આંક 1828 તથા સંક્રમિત લોકોની કુલ સંખ્યા 31923 થઈ છે.


જિલ્લાઓમાં નોંધાયેલા નવા કેસની સંખ્યા

અમદાવાદ-236,
સુરત-206
વડોદરા-50
પાટણ-20
રાજકોટ-13
આણંદ-12
મહેસાણા-10
અમરેલી-10
સુરેન્દ્રનગર-9
ભરૂચ-8
ખેડા-7
જામનગર-6
અરવલ્લી-6
ભાવનગર-5
પંચમહાલ-3
ગીર સોમનાથ-3
જૂનાગઢ-3
કચ્છ-2
નવસારી-2
દેવભૂમી દ્વારકા-2
બનાસકાંઠા-1
સાબરકાંઠા-1
બોટાદ-1
વલસાડ-1


Related News

Loading...
Advertisement