કોરોના : કોંગ્રેસ નેતા ભરતસિંહની તબિયત લથડી, વડોદરાથી અમદાવાદ ખસેડાયા

30 June 2020 12:21 AM
Ahmedabad Gujarat
  • કોરોના : કોંગ્રેસ નેતા ભરતસિંહની તબિયત લથડી, વડોદરાથી અમદાવાદ ખસેડાયા
  • કોરોના : કોંગ્રેસ નેતા ભરતસિંહની તબિયત લથડી, વડોદરાથી અમદાવાદ ખસેડાયા

અમદાવાદ:
કોરોનાગ્રસ્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત લથડી છે. વડોદરાની હોસ્પિટલમાંથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન થયા હતા કાલે તેમને પણ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના અંગત અને વિશ્વાસુ બબલદાસને પણ કોરોના થઈ જતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ભરતસિંહને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અંગે શહેર કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે માહિતી આપી હતી.


Related News

Loading...
Advertisement