અનલોક-2 ની ગાઈડલાઈન જાહેર, રાત્રિ કર્ફ્યું ૧૦ થી ૫, જાણો અન્ય નિયમો

30 June 2020 12:16 AM
India
  • અનલોક-2 ની ગાઈડલાઈન જાહેર, રાત્રિ કર્ફ્યું ૧૦ થી ૫, જાણો અન્ય નિયમો

સિનેમાઘર, જિમ સ્કૂલ-કોલેજ આગામી આદેશ સુધી બંધ : ૩૧ જુલાઈ સુધી રહેશે અનલૉક ૨

દિલ્હી:
કેન્દ્રની મોદી સરકારે આજે દેશવાસીઓ માટે રાહતનો નિર્ણય લીધો છે. સરકારે અનલોક - 1 બાદ અનલોક - 2 ની ગાઈડ લાઈન જાહેર કરી છે. 1 જુલાઈથી અમલી બનનાર અનલોક - 2 આગામી 31 મી જુલાઈ સુધી લાગુ રહેશે.

અનલોક 1 માં રાત્રે 9 વગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કરફ્યૂ હતો. નવા નિયમો મુજબ હવે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે.
ગાઈડલાઈન જાહેર કરતા સરકારે જણાવ્યું હતું કે અનલોક - 2 માં કન્ટેન્મેન્ટ ઝોન બહારના તમામ વેપાર ધંધાને મંજૂરી અપાઈ છે. જોકે, સિનેમાઘર, જિમ સ્કૂલ-કોલેજ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે. દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા પણ મંજૂરી અપાઈ નથી. ધાર્મિક સ્થાનોએ પણ અગાઉની ગાઈડલાઈન મુજબ જ નિયમોનું પાલન કરવાનું રહેશે. સરકારે રાહત આપતા અપીલ પણ કરી હતી કે, વૃદ્ધ લોકો, બાળકો અને સગર્ભાઓ ઘરની બહાર ન નીકળે. જે તેના સ્વાસ્થ્યની જાળવણી માટે ખૂબ જ જરૂરી છે.

અનલૉક 2

શાળા, કોલેજ, શૈક્ષણિક - કોચિંગ સંસ્થાઓ, આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ સેવા, મેટ્રો રેલ, સિનેમા, જિમ, સ્વિમિંગ પૂલ, ધાર્મિક - સામાજિક કાર્યક્રમો ૩૧ જુલાઈ પર પ્રતિબંધ યથાવત

શું બંધ રહેશે?

સ્કૂલ-કોલેજો,
શૈક્ષણિક સંસ્થાઓ,
આંતરરાષ્ટ્રીય વિમાની સેવા,
સિનેમાઘરો, જિમ,
સ્વીમિંગ પુલ,
ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડા
ગાઇડલાઇન મુજબ ઘરુલુ ફ્લાઇટ્સ અને મુસાફર ટ્રેનો પહેલેથી મર્યાદિત સંખ્યામાં કાર્યરત છે. જો કે બસો, ટ્રેનો અને વિમાનમાંથી મુસાફરી રાત્રે આવેલા યાત્રીઓ માટે કરફ્યુમાં ઢીલ રહેશે. તેમને ઘરે પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો નહીં પઢે. સાથે નેશનલ, સ્ટેટ હાઇવે પર માલ-સામાનની હેરફેર માટે રાત્રી કરફ્યૂમાં છૂટ રહેશે.


Related News

Loading...
Advertisement