અજય દેવગન, અક્ષય કુમાર, સંજય દત્ત સહિતના સ્ટાર્સની નવી ફિલ્મ ઘર બેઠા જોઈ શકશો..સાત ફિલ્મ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

29 June 2020 11:14 PM
Entertainment India
  • અજય દેવગન, અક્ષય કુમાર, સંજય દત્ત સહિતના સ્ટાર્સની નવી ફિલ્મ ઘર બેઠા જોઈ શકશો..સાત ફિલ્મ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે
  • અજય દેવગન, અક્ષય કુમાર, સંજય દત્ત સહિતના સ્ટાર્સની નવી ફિલ્મ ઘર બેઠા જોઈ શકશો..સાત ફિલ્મ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

બોલીવુડની નવીનકોર ફિલ્મો સીધી તમારા ખીસામાં : સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’થી નવા ચીલાની શરૂઆત : જુલાઈ થી ઓકટોબર વચ્ચે થશે રિલીઝ

મુંબઈ:
બોલીવુડની રિલીઝ ન થઈ હોય તેવી નવીનકોર ફિલ્મો હવે સીધી તમારા ખીસામાં આવશે. હોટ સ્ટાર પર સાત ફિલ્મ સ્ટ્રીમ થશે. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’થી આ શરૂઆત થશે.

આજે વરુણ ધવનની આમંત્રણ હેઠળ આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર તથા અજય દેવગન ઝૂમ કોલથી જોડાયા હતા. અને પોતાની અપકમિંગ ફિલ્મના રિલીઝ અંગે જાહેરાત કરી હતી. આ અભિનેતાઓની ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે. સૌ પહેલાં 24 જુલાઈએ સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’ સ્ટ્રીમ થશે. ત્યારથી લઈ ઓક્ટોબર સુધીમાં બોલિવૂડની સાત ફિલ્મ સ્ટ્રીમ થશે. આ અભિનેતાઓએ ફિલ્મના પોસ્ટરના રિલીઝ કર્યાં છે.

સ્ટ્રીમ થનાર ફિલ્મની યાદી

અક્ષય કુમાર- ‘લક્ષ્મી બોમ્બ’
અક્ષય કુમાર આ ફિલ્મમાં કિન્નરના રોલમાં જોવા મળશે..અજય દેવગણ- ‘ભુજ’ : પ્રાઈડ ઓફ ઇન્ડિયા
કચ્છના ભુજ એરબેઝ પર કારગિલ વખતે માધાપર ગામની મહિલાઓએ સેનાની કેવી રીતે મદદ કરી હતી તે રિયલ સ્ટોરી પર આ ફિલ્મ બની છે. અજય સાથે સંજય દત્ત પણ જોવા મળશે.


આલિયા ભટ્ટ - ‘સડક 2’
પરિવારે સાથે આવીને આ ફિલ્મ બનાવી હોવાનું આલિયાએ કહ્યું હતું. પોસ્ટરમાં કોઈ એક્ટર નથી દેખાતા કૈલાશ માનસરોવરની તસ્વીર જોવા મળે છે.


અભિષેકે - ‘બિગ બુલ’
આ ફિલ્મમાં અભિષેક અજય સાથે બીજીવાર જોવા મળશે. આ ફિલ્મ મહત્ત્વકાંક્ષાઓની વાત કહે છે.

આ ઉપરાંત ઉદય શંકરે સુશાંતની ‘દિલ બેચારા’, વિદ્યુત જામવાલની ‘ખુદા હાફિઝ’ તથા કુનાલ ખેમુની ‘લૂટકેસ’ના પોસ્ટર રિલીઝ કર્યાં હતાં.
આ સાત ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.


Related News

Loading...
Advertisement