ગોંડલમાં મેઘરાજા મન મુકી વરસ્યા : દોઢ કલાકમાં 4 ઇંચ

29 June 2020 07:37 PM
Rajkot Saurashtra
  • ગોંડલમાં મેઘરાજા મન મુકી વરસ્યા : દોઢ કલાકમાં 4 ઇંચ
  • ગોંડલમાં મેઘરાજા મન મુકી વરસ્યા : દોઢ કલાકમાં 4 ઇંચ

રાજકોટ, ભાવનગર, અમરેલી પંથકમાં ધીમીધારે વરસાદ

રાજકોટ:
સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અસહ્ય બફારો રહ્યો હતો. પરંતુ બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ગોંડલમાં મેઘરાજા મન મુકી વરસ્યા હતા બપોર બાદ અહીં દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. ગોંડલમાં વરસાદનું જોર વધારે હોવાથી હાઇવે પર વાહનોને થંભી જવું પડ્યું હતું. દેરડી, મોવિયા, વીંજીવડ, હડમતાળા જીઆઇડીસી તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં પણ વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ હતી. જ્યારે રાજકોટ, ભાવનગર, અમરેલી પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

અમરેલી જિલ્લામાં આવેલા છુટા છવાયા વરસાદથી ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધારી, રાજુલા, હિંડોરણા, ખાખબાઈ અને મોટા આગરીયા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ ભાવનગરમાં એક મકાન પર વીજળી પડી હતી જેના કારણે મકાનના સ્લેબમાં ગાબડુ પડી ગયું હતું અને ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતાં. ગીરગઢડાના શાણાવાકીયામા વરસાદનું આગમન થતા ખેડુતો ખુશ થયા હતા.


Related News

Loading...
Advertisement