નામચીન હદપાર મેહુલે કરી ‘હદપાર’ સગીરાના ઘરમાં ઘૂસી આબરૂ લૂંટવાનો પ્રયાસ

29 June 2020 05:51 PM
Rajkot
  • નામચીન હદપાર મેહુલે કરી ‘હદપાર’  સગીરાના ઘરમાં ઘૂસી આબરૂ લૂંટવાનો પ્રયાસ

એક ઘરમાં ઘૂસી સગીરાને બે લાફા ઝીંકી વિખોડીયા ભર્યા અને કહ્યું, ‘ચાલ શરીર સંબંધ બાંધવા દે : નાની બહેને દેકારો કરતા લોકો ભેગા થયા : પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા.29
નવલનગરમાં રહેતા અને અગાઉ ચોરી, હત્યાના કોશીષ અને મારામારી સહિત 10 જેટલા ગુનામાં પકડાયેલા અને હાલ હદપાર આંટ શખ્સે ધોળા દિવસે એક ઘરમાં ઘૂસી 14 વર્ષની સગીરાની આળસુ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને બાળકીને લાફા ઝીંકી વિખોડીયા ભરી લઇ શરીર સંબંધ બાંધવા દબાણ કરતાં નાની બહેને દેકારો કરી મુકતાં લોકો ભેગા થઇ જતાં મેહુલ ત્યાંથી પલાયન થયો હતો. માલવીયાનગર પોલીસે આરોપીને ઝડપી તેની સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, એક સગીરાની ફરિયાદ પરથી નવલનગર-9, કૈલાસનગર-2 ચામુંડા કુપા ખાતે રહેતા 23 વર્ષના મેહુલ ધનજી જેઠવા (ખાંટ) વિરૂઘ્ધ છેડતી અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. બાળાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે માતા બહાર રસોઇ કામ માટે ગયા હતાં. ભાઇ કામ પર ગયો હતો. હું તથા નાની બેન ઘરે હતા ત્યારે ત્રણેક વાગ્યે નાની બહેન શેરીમાં રમવા ગઇ હતી. ઘરની ડેલી ખુલ્લી હોય મેહુલ જેઠવા અંદર ઘૂસી ગયો હતો.

તેને જોયે ઓળખતી હોય જેથી સીધુ તેણે બાવડુ પકડી લીધુ હતું. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેમ કહી બળજબરી કરી હતી અને ઝપાઝપી બાદ ગાલ પર જોરથી ઝાપટ મારી દીધી હતી. વિખોડીયા ભરી લીધા હતા અને તું અત્યારે મને શરીર સંબંધ બાંધવા દે કહી છેડછાડ શરૂ કરી હતી. ત્યારે બુમો પાડતા તે છોડતો ન્હોતો. તે દરમિયાન નાની બહેન રમતી હોય તે દરવાજો બંધ જેથી દિવાલ ટપીને ઘરમાં આવી હતી અને દરવાજો ખોલી મને છોડાવી હતી. ત્યાં શેરીનાં બીજા લોકો ભેગા થઇ જતાં મેહુલ ભાગી ગયો હતો. તે દરમિયાન માતા કામ પરથી આવી ગયા હતા.

આ બનાવ અંગે માલવીયા નગર પોલીસ મથકનાં પીઆઇ ચુડાસમા, પીએસઆઇ વી.કે.ઝાલા તેમજ ડી-સ્ટાફે હદપાર મેહુલને દબોચી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement