મોંઘી કાર તથા મોબાઈલ ચોરનાર લકકી ધામેચા ઝડપાયો

29 June 2020 05:46 PM
Rajkot
  • મોંઘી કાર તથા મોબાઈલ ચોરનાર લકકી ધામેચા ઝડપાયો
  • મોંઘી કાર તથા મોબાઈલ ચોરનાર લકકી ધામેચા ઝડપાયો

ભકિતનગર પોલીસે શાપર ખાતે આરોપીના ઘરે દરોડો પાડી રૂા.64 હજારનો મુદામાલ જપ્ત કર્યો

રાજકોટ તા.29
શહેરની ભકિતનગર પોલીસે શાપર ગામે દરોડો પાડી ચોરાઉ કાર અને મોબાઈલ ફોન સાથે નામચીન લકકી ધામેચાને દબોચી લીધો હતો તેની પાસેથી કુલ રૂા.64 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.શાપરમાં વાછરાદાદા મંદિર પાસે રહેતા લલીત ઉર્ફે લકકી ધામેચાએ પોતાના ઘર પાસે નંબર પ્લેટ વગરની કાર પાર્ક કરીને રાખી હોવાની બાતમી ભકિતનગર પોલીસને મળી હતી જેથી દરોડો પાડતા સિલ્વર કલરની હોન્ડા સીટી કાર સ્થળ પરથી મળી આવી હતી.

જે અંગે લકકીની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે ચેસીસ નંબર અને એન્જીન નંબર પરથી પોકેટકોપ મોબાઈલ એપની મદદથી તપાસ કરતા આ કાર અજીતભાઈ નટવરલાલ મકવાણા (રહે.લક્ષ્મીવાડી શેરી નં.7)ના નામે રજીસ્ટર હોવાનુ જાણવા મળેલ તેમનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે મારી કાર, ગાયત્રીનગરમાંથી રોકડ રૂપિયા અને પાંચ મોબાઈલ સાથે ચારેક માસ પહેલા ચોરી થઈ ગઈ હતી.

આ અંગે ભકિતનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. હકીકતની જાણ થતા લકકીની આકરી પૂછપરછ કરતા તેની પાસે રહેલા બે મોબાઈલ ફોન ઘરમાંથી કાઢી આપ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement