શેરબજારમાં આક્રમક વેચવાલી: સેન્સેકસ 362 પોઈન્ટના ગાબડાથી ફરી 35000ની નીચે

29 June 2020 05:43 PM
Rajkot Business
  • શેરબજારમાં આક્રમક વેચવાલી: સેન્સેકસ 362 પોઈન્ટના ગાબડાથી ફરી 35000ની નીચે

રાજકોટ તા.29
મુંબઈ શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. હેવીવેઈટ સહિતના શેરોમાં આક્રમક વેચવાલીથી સેન્સેકસમાં 362 પોઈન્ટનુંં ગાબડુ પડયુ હતું.

શેરબજારમાં આજે માનસ મંદીનું બન્યુ હતું. વિશ્વબજારોની નબળાઈ, ઉંચા મથાળે ઓપરેટરો સંસ્થાઓની આક્રમક વેચવાલીથી ભાવો ગગડવા લાગ્યા હતા. ચીન સંકટ ઉપરાંત કોરોનાના વધતા કહેરનો પણ પ્રત્યાઘાત પડયો હતો.

શેરબજારમાં આજે કોલ ઈન્હીયા, એકસીસ બેંક, હિન્દાલ્કો, ટેક મહીન્દ્ર, મારૂતી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસ્કો, ટીસીએસ, ટાઈટન, બજાજ ઓટો, એચડીએફસી, હીરો મોટો, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ કોટક બેંક, લાર્સનમાં ગાબડા હતા. બ્રિટાનીયા, સીપ્લા, હિન્દ લીવર, આઈટીસી, એચડીએફસી બેંક, નેસ્લે, ભારતી એરટેલ વગેરેમાં સુધારો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 362 પાઈન્ટના ગાબડાથી 34808 હતો જે ઉંચામાં 34969 તથા નીચામાં 34662 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 115 પોઈન્ટના ઘટાડાથી 10267 હતો જે ઉંચામાં 10325 તથા નીચામાં 10223 હતો.


Related News

Loading...
Advertisement