મહારાષ્ટ્રના પરમધામ આશ્રમમાં જૈનોના ચારેય ફીરકાઓના સંત-સતીજીઓ માટે ચાતુર્માસ વ્યવસ્થા

29 June 2020 05:39 PM
Rajkot Saurashtra
  • મહારાષ્ટ્રના પરમધામ આશ્રમમાં જૈનોના ચારેય ફીરકાઓના સંત-સતીજીઓ માટે ચાતુર્માસ વ્યવસ્થા

કોરોના મહામારીને અનુલક્ષીને રાષ્ટ્રસંત પૂ.નમ્ર મુનિ. મ.ની પ્રેરણાથી

રાજકોટ તા.29
વર્તમાન સમયની મહામારીના સંયોગોને અનુલક્ષીને જે કોઈપણ સંત-સતીજીઓને આ વર્ષના ચાતુર્માસ માટે મુશ્કેલી હોય તો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સર્જાયેલા પરમધામ આશ્રમમાં તેમના માટે ની દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
મહારાષ્ટ્રના પડઘા ક્ષેત્રમાં સ્થિત 30 રૂમ ધરાવતો આ પરમધામ આશ્રમમાં દિગંબર, તેરાપંથી, દેરાવાસી કે સ્થાનકવાસી આ ચારે ફિરકાના કોઈપણ સંત - સતીજીઓને ચાતુર્માસ વ્યતીત કરવું હોય તેમના માટે આશ્રમની અંદર જ ગૌચરી પાણી
આદિ દરેક પ્રકારની વ્યવસ્થા ટ્રસ્ટીઓ તરફથી કોઈપણ પ્રકારના પંથ ભેદ રાખ્યા વિના કરી આપવામાં આવશે.
ચાતુર્માસ પુર્ણાહૂતિ સુધી ગૌચરી પાણી આદિ દરેક પ્રકારની સેવા, વૈયાવચ્ચ સાથે ડોક્ટર, દવા આદિની પણ પૂર્ણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.
જે કોઈ સંત-સતીજીને પરમધામ આશ્રમમાં ચાતુર્માસ બિરાજમાન થવું હોય તેમણે મો.નં.09820071477નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement