રવિવારે ગુરૂપૂર્ણિમાનો પાવન અવસર : ધન રાશિમાં ચંદ્રગ્રહણ : ભારતમાં દેખાશે નહી

29 June 2020 05:38 PM
Rajkot Saurashtra
  • રવિવારે ગુરૂપૂર્ણિમાનો પાવન અવસર : ધન રાશિમાં ચંદ્રગ્રહણ : ભારતમાં દેખાશે નહી

રાજકોટ તા.29: આગામી તા. 5 રવિવાર, અષાઢ સુદ 15, ધન રાશિ, પૂ.ષા નક્ષત્ર નારોજ ચંદ્ર ગ્રહણ ( ભારતમાં દેખાશે નહીં ) અને ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે. પોતાના ગુરુને આ દિવસે ભાવરુપી શ્રદ્ધા અર્પણ કરવા માટેનો સોનેરી દિવસ પણ કહી શકાય.

આ દિવસે ગુરુ પૂજન કરવાનો મહિમા રહેલો છે, ઉપરાંત જેમની કુંડળીમાં ગુરુ પ્રતિકૂળ અવસ્થામાં હોય કે ગુરુ અશુભ યોગમાં હોય જેવાકે ગુરુ + રાહુ કે ગુરુ + કેતુનો ચાંડાલ યોગ, અસ્ત કે વક્રી હોય, નીચસ્થ હોય તેઓએ આ દિવસે ગુરુ ગ્રહના જાપ યથાશક્તિ મુજબ કે કોઈના માર્ગદર્શન મુજબ કરવા શ્રેષ્ઠ કહી શકાય, જે વિવાહ યોગ્ય ક્ધયા હોય અથવા વિદ્યાર્થીવર્ગ જેમને ભણતરમાં કોઈપણ દ્વિધા હોય તેમને પણ ગુરુના જાપ આ દિવસે કરવાથી લાભ થઈ શકે છે.

જેમની કુંડળીમાં ગુરુ અને ચંદ્ર એકબીજાથી છઠે આઠમે હોય ઍટલે શડાસ્તક હોય ( ઘણા તેને શકટ યોગ કહે છે ) તેમના માટે આજે ચંદ્ર ગ્રહણ અને ગુરુ પૂર્ણિમાના સંયોગવાળા દિવસે ગુરુ અને ચંદ્ર ગ્રહના જાપ કરવા શ્રેષ્ઠ છે જેનાથી આ અશુભ યોગ નિયંત્રણમાં આવી શકે છે.

જેમની કુંડળીમાં ચંદ્ર નિર્બળ બન્યો હોય, ચંદ્ર + શનિનો વિષયોગ, ચંદ્ર + રાહુ કે ચંદ્ર + કેતુનો ગ્રહણ યોગ ઉપરાંત જેઓ માનસિક રીતે વધુ દ્વિધા વાળા હોય, નિર્ણયશક્તિનો અભાવ હોય , વધુ વિચારોની પીડા હોય વગેરે જેવાં માટે આ દિવસે ચંદ્રના જાપ કરવા ઉત્તમ કહી શકાય.

મંત્ર અને માર્ગદર્શન માટે કોઈ વિદ્વાન નું માર્ગદર્શન પણ લાભપ્રદ બની શકે છે આપ સરળતાથી પોતાની જાતે મંત્ર જાપ કરી ઉત્તમફળની પ્રાપ્તિ મેળવી શકો છો
આજના દિવસે કોઈ સંતના મંદિરે જઈ જો ત્યાંથી માર્ગદર્શન મળે તે મુજબ ચંદન પાવડર અર્પણ કરવા આવે અથવા પ્રસાદી રૂપ ચંદન પાવડર મેળવવામાં આવેતો ઉત્તમ કહી શકાય પછી જો ચંદન પાવદરનો ચાંદલો કપાળ પર કરવામાં આવેતો સારું શુભત્વ અને ગુરુકૃપા પણ પ્રાપ્ત થાય છે. આ ચંદ્રગ્રહણ બાદ શેર બજારમાં ભાવ ઘટાડા તરફીની ચાલ પણ જોવા મળે તેવી સંભાવના વધુ છે. ડો. હેમિલ પી લાઠીયા, જયોતિષા ચાર્ય (મો.94279 69101)એ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement