હવે રાજયસભાના કર્મીઓના મોંઘવારી ભથ્થા પર રોક

29 June 2020 05:28 PM
India
  • હવે રાજયસભાના કર્મીઓના મોંઘવારી ભથ્થા પર રોક

કોરોનાને લઈને કેન્દ્ર સરકારનો કરકસરના પગલાના રૂપે નિર્ણય

નવી દિલ્હી તા.29 : કોરોના મહામારીને લઈને કેન્દ્ર સરકારે પોતાના અનેક પ્રકારના ખર્ચાઓમાં કાતર ફેરવી છે. સરકારી કર્મીઓનું મોંઘવારી ભથ્થુ અને પેન્શનરની મોંઘવારી રાહતના વધારા હપ્તાનું ચૂકવણું અગાઉથી જ રોકી દીધું હતું ત્યારે હવે રાજયસભાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લાગી છે, જેથી કેન્દ્રીય કર્મીઓને નહીં મળે દોઢ વર્ષનું બાકી ભથ્થું.

આ ભથ્થુ 1 જાન્યુઆરી 2020થી ચૂકવવાનું હતું. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના વ્યય વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધીના સમયમાં કોઈ બાકી લેણું નહીં ચૂકવવામાં આવે. હવે આ આદેશ રાજયસભાના કર્મચારીઓને પણ લાગુ પડશે.


Related News

Loading...
Advertisement