દિવાળીમાં સલમાનની ‘રાધે’ અને અક્ષયની ‘પૃથ્વીરાજ’ની થશે ટકકર

29 June 2020 05:26 PM
Entertainment
  • દિવાળીમાં સલમાનની ‘રાધે’ અને અક્ષયની ‘પૃથ્વીરાજ’ની થશે ટકકર

કોરોનાને કારણે બન્ને સ્ટાર્સની ફિલ્મની રિલીઝ અટકી પડેલી

મુંબઈ તા.29
કોરોના અને તેને પગલે આવેલા લોકડાઉનની સૌથી વધુ અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સુપર સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થવાની કતારમાં છે. અનલોક-1 શરૂ થતા જ ફિલ્મો રિલીઝ થવાની ચર્ચા શરુ થઈ ગઈ છે.

આ ફિલ્મોમાં સલમાનખાન અને અક્ષયકુમાર સહિત અનેક મોટા સ્ટાર્સની ફિલ્મો સામેલ છે. સલમાનની રાધે આ વર્ષ ઈદના અવસરે રિલીઝ થવાની હતી, જયારે અક્ષયકુમાર સ્ટાર્સ ફિલ્મ નપૃથ્વીરાજથ રિલીઝ થવા કતારમાં હતી પણ કોરોનાએ બ્રેક લગાવી દીધી હતી.

હવે ફિલ્મી વર્તુળોમાં ચર્ચા છે કે દિવાળીના તહેવારોમાં બન્ને સ્ટાર્સની ફિલ્મો રજૂ થશે. જેથી બન્નેની ફિલ્મો ટકરાઈ શકે છે. સૂત્રો અનુસાર સલમાન પહેલા અઝર બૈજાનમાં દિશા પટરી સાથે આ ફિલ્મનું ગીત શુટ કરવા માંગતો હતો, હવે તે સ્ટુડીયોમાં શૂટ કરશે.

નિર્માતા આ ફિલ્મનું દિવાળીમાં રજુ કરવા માંગે છે તો આ પહેલા અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ નપૃથ્વીરાજથની રિલીઝનું એલાન થયું હતું. આ ફિલ્મનું શુટીંગ હજુ શરૂ થવાનું બાકી છે. જો બધું બરાબર રહ્યું તો અક્ષયની આ ફિલ્મ દિવાળીએ રજુ થશે. આ ફિલ્મમાં અક્ષયની સામે માનુષી છીલ્લર નજરે પડશે.


Related News

Loading...
Advertisement