અદાલતોમાં 10 વર્ષથી પડતર હોય તેવા 37% લાખ કેસો; હાઈકોર્ટોનો રેકોર્ડ વધુ ખરાબ

29 June 2020 05:22 PM
India
  • અદાલતોમાં 10 વર્ષથી પડતર હોય તેવા 37% લાખ કેસો; હાઈકોર્ટોનો રેકોર્ડ વધુ ખરાબ

20 વર્ષથી પડતર કેસોની સંખ્યા 6,60,000

નવી દિલ્હી તા.29
આખા ભારતમાં હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ અને તાલુકા કોર્ટમાં કુલ 3 કરોડ 77 લાખ કેસોમાંથી લગભગ 37 લાખ કેસો 10 વર્ષથી પડતર છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રીડ (એનજેડીજી) એ આ જાણકારી પર આપી છે. રાષ્ટ્રીય સ્તર પર અદાલતોના કામ પર આ ગ્રીડ નજર રાખે છે. આ કેસોમાં 28 લાખ જિલ્લા અને તાલુકા અદાલતોમાં પડતર છે, જયારે 9,20,000 કેસો હાઈકોર્ટોમાં પડતર છે. ડેટાનો અભ્યાસ દર્શાવે છે કે 6,60,000થી વધુ કેસો 20 વર્ષથી વધુ પડતર છે એ ઉપરાંત 30 વર્ષોથી પડતર હોય તેવા 1,31,000 કેસો છે.

સુપ્રીમકોર્ટે 15 જુને હાઈકોર્ટમાં પડતર કેસો મામલે દુખ વ્યક્ત કર્યુ હતું. વાસ્તવમાં, હત્યાના એક દોષિતની જામીન અરજીની સુનાવણી થાય તે સુપ્રીમ કોર્ટે આવું અવલોકન કર્યું હતું. આ દોષિતની સજા સામેની અપીલ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં પડતર છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની અપીલોની સુનાવણી યોગ્ય સમયમાં ન થાય તો અપીલનો અધિકાર સ્વયં ભ્રમક બની જાય છે. સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પટના, ઓડીશા, રાજસ્થાન, બોમ્બે હાઈકોર્ટેને લેખીત અપરાધીક અપીલોનો નિકાલ કરવા એક વિસ્તૃત યોજના આપવા જણાવ્યું હતું.

એનજેડીજી મુજબ ભારતમાં પડતર 3 કરોડ 29 લાખ કેસોમાં જિલ્લા અને તાલુકા સ્તરે 8.5% અથવા 28 લાખ કેસો 10 વર્ષથી વધુ સમયથી પેન્ડીંગ છે. નીચલી અદાલતોમાં પાંચ લાખ અથવા 1.5% કેસો બે દસકા જૂના છે. 85,141 કેસોમાં 30 વર્ષથી કોઈ ફેસલો કરાયો નથી.
જો કે પડતર કેસો મામલે જિલ્લા અદાલતો વડી અદાલતો કરતાં બહેતર છે. દેશમાં કુલ 25 હાઈકોર્ટમાં 47 લાખથી વધુ કેસો પડતર છે. 9,20,000 અથવા 9.26% કેસો 10 વર્ષથી પડતર છે અને 158,000 (6.6%) 20 વર્ષથી પેન્ડીંગ છે. 46,754 કેસો 3 દસકાથી પડતર છે.


Related News

Loading...
Advertisement