કોરોનાના ડિસ્ચાર્જ દર્દીઓ નબળાઈ, સ્નાયુના દુખાવા, થકાવટ મહેસૂસ કરે છે

29 June 2020 05:21 PM
Ahmedabad Gujarat
  • કોરોનાના ડિસ્ચાર્જ દર્દીઓ નબળાઈ, સ્નાયુના દુખાવા, થકાવટ મહેસૂસ કરે છે

સાજા થયા છતાં લંબાઈ ગયાનું અનુભવે છે

અમદાવાદ તા.29
શહેર અને રાજયમાંથી ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે ત્યારે સાજા થયેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં એક મહિનામાં જોરદાર વધારો થયો છે. પરંતુ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં થકાવટ અને સ્નાયુના દુખાવાની સમસ્યા સામે આવી છે. નિષ્ણાંતો કહે છે કે સંતુલીત આહાર અને વિટામીન સપ્લીમેન્ટથી આવી સમસ્યાઓ હલ થઈ શકે છે.
કોવિડ 19 પરના રાજય સરકારના સલાહકાર બોર્ડના સભ્ય અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં નબળાઈ, શ્ર્વાસ લેવામાં તકલીફ-મુંઝારો અને થોડુ ચાલ્યા પછી થાકી જતા હોવાની ફરિયાદો મળી છે. દર્દીઓમાં વાયરસ થકાવટની હાજરી ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરિબળો પણ ભાગ ભજવે છે.
નિષ્ણાંતો આથી સાજા થઈ ઘરે આવી ગયેલા દર્દીઓને એક સપ્તાહ કવોરન્ટાઈન થવાની સલાહ આપે છે. શહેરના ફીઝીશ્યન ડો. મનોજ વિઠ્ઠલાણીના જણાવ્યા મુજબ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને મલ્ટીવિટામીન સાથે બહુ પ્રોટીનવાળા ખોરાકની સલાહ આપવામાં આવે છે.


Related News

Loading...
Advertisement