નીચલી અદાલતોમાં 3 મહિનાનું વેકેશન પૂરું: અગત્યના ન હોય તેવા કેસોની પણ સુનાવણી કરો: હાઈકોર્ટ

29 June 2020 05:19 PM
Ahmedabad Gujarat
  • નીચલી અદાલતોમાં 3 મહિનાનું વેકેશન પૂરું: અગત્યના ન હોય તેવા કેસોની પણ સુનાવણી કરો: હાઈકોર્ટ

વિડીયો કોન્ફરન્સીંગથી મહતમ કામ કરવા સકર્યુલર

અમદાવાદ તા.29
કોરોનાને કાબુમાં લેવા લોકડાઉન લાગુ કરાતા નીચલી અદાલતોમાં 6 મહિનાનું વેકેશન પડયું હતું. 1 જુલાઈએ એ પુરું થઈ રહ્યું હોય, ગુજરાત હાઈકોર્ટે તમામ કોર્ટોના પ્રિન્સીપાલ જજોને મહતમ શકય કામકાજ કરવા વધુ ન્યાયિક અધિકારીઓને મુકવા જણાવ્યું છે. જો કે અદાલતો બુધવારથી ભૌતિક રીતે કામ કરતી થાય તેવી શકયતા નથી. જજોને નવા હુકમ સુધી વિડીયો કોન્ફરન્સીંગની ન્યાયિક કામકજ કરવા જણાવાયું છે.

પરંતુ અદાલતોમાં ઠપ્પ થઈ ગયેલા કામકાજથી ચિંતીત હાઈકોર્ટના સકર્યુલરમાં જણાવાયું છે કે ન્યાયિક અધિકારીઓ લાંબા સમય સુધી કામ વગરના રહે તેવી સ્થિતિ ટાળવા મહત્વના ન હોય પણ વિડીયો કોન્ફરન્સીંગથી ચલાવી શકાય તેમ હોય તો મહતમ કામકાજ થાય એ માટે ધનિષ્ટ પ્રયાસો થવા જોઈએ. શકય હોય તેટલો વર્ચ્યુલ કામકાજનો વ્યાપ વધારવો જોઈએ.

જુદા જુદા બાર એસોસીએશનો ન્યાયતંત્ર પર અદાલતો ખોલી ભૌતિક કામકાજ શરૂ કરવા દબાણ કરી રહ્યા છે, મોટાભાગના વકીલો 25 માર્ચે અદાલતો બંધ થઈ ત્યારથી કામકાજ વગરના થઈ ગયા છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે ચાલુ મહિનાની શરુઆતમાં ડિસેમ્બર સુધી વકીલોને અનન્ય વ્યવસાય કરવાની છૂટ આપી હતી.

26 જૂને ચીફ જસ્ટીસ અને અન્ય જજોએ એવો નિર્ણય કર્યો હતો કે નીચલી અદાલતોએ અર્જન્ટ ન હોઈ તેવી બાબતો પણ હાથ ધરવી, અત્યાર સુધી તમામ અદાલતોને અર્જન્ટ, ખાસ કરીને જમીન અને અટકાયતની બાબતોની સુનાવણી કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટ પક્ષકારોને કોર્ટના પ્રિમાઈસીસમાં આવવા દેવા મોટર-વાહનોના કલેમ, જમીન સંપાદન, મેઈન્ટેનન્સ, ભરણપોષણ જેવા કેસોમાં પેમેન્ટ કરવા આવવા દેવા છૂટછાટ આપી હતી.અનિવાર્ય સંજોગો હોય તો પક્ષકારો અને વકીલોને કોર્ટરૂમમાં આવવા દેવાની પણ છૂટ અપાઈ હતી. હાઈકોર્ટે નીચલી અદાલતોને ઈલેકટ્રોનીક માધ્યમથી પેમેન્ટ પસંદ કરવા જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement