જ્યારે સચિન તેંડુલકરની મદદે આકાશ ચોપરા પહોંચી ગયો

29 June 2020 05:18 PM
Sports
  • જ્યારે સચિન તેંડુલકરની મદદે આકાશ ચોપરા પહોંચી ગયો

બોલીવૂડમાં હાલ જ અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યા પછી ભાઈ-ભતીજાવાદની જબરી ચર્ચા છે અને હિંદી ફિલ્મ જગતમાં સિતારાઓના સંતાનો માટે ખાસ ફેવર કરવામાં આવે છે તેવા આક્ષેપ થયા છે તો ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ વિવાદમાં સપડાયો. 2015માં મુંબઈની અંડર-15 ટીમમાં સચિનને પુત્ર અર્જુનની એન્ટ્રીએ અનેકના ભવા ઉંચકાયા હતાં. જ્યારે એક સ્થાનિક પ્લેયર પ્રનવ ધનવડે કે જેણે 109 રન ફટકાર્યા હતા તેની ઉપેક્ષા કરીને સચિનના પુત્રને ટીમમાં સમાવાયો હવે તે મુદ્દો ઉછળતા જ કોમેટેન્ટર આકાશ ચોપરાએ એક અંકિત નામના ટવીટર હેન્ડલ પર બોલીવૂડમાં નહીં ક્રિકેટમાં પણ ભાઈ-ભતીજાવાદ ચાલે છે તેમ કહીને અર્જુનનો મુદ્દો ચગાવવા કોશિષ કરી જેમાં તેણે એક ઇમેજ રજૂ કરી અને તેમાં ધનખડેને રિજેક્ટ કરવામાં આવ્યો અને સચિનના પુત્રને સિલેક્ટ કરવામાં આવ્યો તે સમાચાર ચમક્યા હતા. આવી જ રીતે સુનિલ ગાવસ્કરના પુત્ર રોહન ગાવસ્કરના પુત્રને સમાવવા જગ્યા કરાઈ તે પણ દર્શાવાયું હતું.પરંતુ ચોપરાએ બચાવ કરતાં કહ્યું કે ભાઈ-ભતીજાવાદ નથી તેવું હોત તો સચિનનો છોકરો આજે ઇન્ડીયન ટીમમાં સામેલ હોત અને ધનખડેએ જે પ્રદર્શન કર્યું હતું તે ક્યા બોલરો સામે હતું તે કદી કોઇએ ચિંતા કરી નથી.


Related News

Loading...
Advertisement