જોબની ચિંતા છે ? ઇ-કોમર્સ કંપનીઓ મોટાપાયે ભરતી કરશે

29 June 2020 05:15 PM
World
  • જોબની ચિંતા છે ? ઇ-કોમર્સ કંપનીઓ મોટાપાયે ભરતી કરશે

અત્યારે એક તરફ ચારે તરફ મંદી છે પરંતુ જે રીતે કોરોના કાળ બાદ લોકો વધુને વધુ ઓનલાઈન સર્વિસ પર જવા લાગ્યા છે તેને કારણે ઇન્ટરનેટ કંપનીઓમાં તેજી આવી ગઇ છે. ઇ-માર્કેટ અને અન્ય કોમર્શિયલ કંપનીઓ પણ હાલ તક ઝડપી લેવા તૈયાર છે. એમેઝોન ઇન્ડીયાએ 20 હજાર જોબની ઓફર કરી છે અને તેમાં કસ્ટમર સર્વિસ તે દેશભરમાં વધારવા માગે છે તે પણ એજન્ડા છે. બિગબાસ્કેટ અને ગ્રોફર્સ પેટીએમનું ભારત પેનો બ્રોકર.કોમ કે જે કોઇ એજન્ટ વગર જ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છે તે તમામ જંગી ઓફર સાથે લોકોને સર્ચ કરી રહ્યા છે. અને તેઓ કહે છે કે સેલ્સમાં જે લોકોને અને ખાસ કરીને ઓનલાઇન સેલ્સમાં જેમને રસ હોય તેઓ અમારી સાથે જોડાઈ શકે છે તો બીજી તરફ લોજીસ્ટીક સર્વિસ એટલે કે ઓનલાઈન કંપનીઓના ઉત્પાદનોની ડીલીવરી કરવા માટે પણ એજન્સીઓની માંગ વધી છે કે જે આ કંપનીઓ વતી ગ્રાહક સુધી ઉત્પાદન પહોંચાડી શકે.


Related News

Loading...
Advertisement