લીવરપૂલના ચાહકોએ સોશ્યલ ડિસ્ટન્સના છોતરા કાઢ્યા

29 June 2020 05:14 PM
World
  • લીવરપૂલના ચાહકોએ સોશ્યલ ડિસ્ટન્સના છોતરા કાઢ્યા

ઇંગ્લેન્ડમાં ફૂટબોલની સિઝન ચાલુ થઇ ગઇ છે અને હાલમાં જ લીવરપૂલ ક્લબે 30 વર્ષ બાદ અહીં પ્રિમીયર લીગ ટાઈટલ જીત્યુ અને તેની ખુશીમાં લીવરપૂલના ચાહકોએ જે રીતે માર્ગો પર ડાન્સ કર્યા તથા ઉજવણી કરી તેનાથી પોલીસ માટે એક સમસ્યા થઇ હતી. લીવરપૂલ સિટી સેન્ટર ખાતે રવિવારે રાત્રિના જબરું દ્રશ્ય સર્જાયુ હતું. એક તરફ લીવરપૂલના બિલ્ડીંગમાં આગ લાગી તો પણ લોકો તેની ચિંતા કર્યા વગર જબરદસ્ત સેલીબ્રેશન કરતા હતા બીજી તરફ કોરોનાની પણ ચિંતા હતી, હજારો લોકો પીયરહેડ ખાતે થયા હતા. અહીં કોરોનાની કટોકટી હજુ હોવા છતા વિકટરી પરેડ યોજવામાં આવી હતી. લીવરપૂલ બિલ્ડીંગની બાલ્કનીનીમાં ઓચિંતી આગ દેખાઇ હતી તો પણ તેની ચિંતા ચાહકોએ કરી ન હતી.


Related News

Loading...
Advertisement