મોરબીનો ચોર પોરબંદરથી પકડાયો

29 June 2020 05:13 PM
Morbi
  • મોરબીનો ચોર પોરબંદરથી પકડાયો

હિતેષ રાજા ચોરીના કેસમાં નવ માસથી ફરાર હતો

રાજકોટ તા.29
મોરબીમાં ચોરીના કેસમાં ફરાર આરોપીને રાજકોટ રેન્જની ટીમે પોરબંદરથી દબોચી લીધો હતો. અગાઉ નવ માસથી આરોપી નાસતો ફરતો હતો.

અલગ અલગ ગુનામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડીઆઈજીપી સંદીપસિંહ દ્વારા રેન્જમ સ્પેશ્યલ સ્કવોડ બનાવાઈ છે. આ સ્કવોડે પોરબંદરના ઈશ્વરીયા ગામેથી ચકમો આપી 9 માસથી નાસતા ફરતા હિતેષ રાજાભાઈ પીપરોતર (રહે. મહેન્દ્ર ચોકી, વેલ્ડીંગની દુકાનમાં - મોરબી)ને પકડી પાડયો હતો. આરેાપીને આગળની કાર્યવાહી માટે મોરબી શહેર એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.


Loading...
Advertisement