અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટ ઝડપાયું: સુત્રધાર યુવતી સહિત બેની ધરપકડ કરાઈ

29 June 2020 05:13 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટ ઝડપાયું: સુત્રધાર યુવતી સહિત બેની ધરપકડ કરાઈ

વિદેશથી યુવતીઓ બોલાવી કરાવાતો હતો દેહ વ્યાપાર

અમદાવાદ તા.29
અહીંના સેટેલાઈટ વિસ્તારમાં દંપતિ દ્વારા ચલાવવામા આવતા હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટનો પર્દાફાસ અમદાવાદની મહિલા ક્રાઈમ બ્રાંચે કર્યો છે. પોલીસે સુત્રધાર યુવતી સહિંત બેની ધરપકડ કરી છે, જયારે એક આરોપી ફરાર છે. વિદેશી યુવતીઓને અમદાવાદમાં લાવી ગ્રાહકો પાસેથી રૂા.7000 થી રૂા.14000 લઈ યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામા આવતો હતો.

આ અંગેની વિગત એવી છે કે સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2-માં રીતુ પટેલ નામની મહિલા વિદેશી યુવતીએા લાવીને દેહ વ્યાપાર ચલાવતી હોવાની બાતમી મહિલા ક્રાઈમ બ્રાંચના એસીપી જોસેફને મળી હતી. જેના આધારે પશ્ર્ચિમ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પીઆઈ એચ.એસ.જાડેજા અને ટીમે નકલી ગ્રાહક તૈયાર કરી શ્યામલ રો-હાઉસમાં મોકલ્યો હતો, જયાં વિદેશી યુવતીઓ દ્વારા દેહ વ્યાપાર થતો હોવાની પાકી માહિતી મળ્યા બાદ પોલીસે ઘરમાં દરોડો પાડયો હતો.

ઘરમાં રીતુ પટેલ (ઉં.36) નામની યુવતી અને ઉપરના માળેથી ઉઝબેકિસ્તાનની યુવતી મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં રીતુ પટેલ છેલ્લા બે વર્ષથી રૂા.15000ના ભાડાના મકાનમાં પતિ તુષાર પટેલ સાથે રહીને વિદેશી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતી હતી. ગ્રાહકો પાસેથી રૂા.7000 થી રૂા.14000 લઈને તેમાંથી 50 ટકા તે યુવતીઓને આપતા હતા. રીતુના પતિ તુષાર ભરત મકવાણા સાથે મળીને આ દેહ વ્યાપારનો વ્યવસાય ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે.


Related News

Loading...
Advertisement